મિસ્ટરબિન પાસે છે વિશ્વની સૌથી કિંમતી કાર, તેનું નામ બ્રિટનના સૌથી ધનિક લોકોની યાદીમાં છે,જાણો આ કારની કિંમત કેટલી છે…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

દરેક લોકોને કાર્ટ્રૂન પ્રિય હશે, આપણે એક એવા કાર્ટૂન કેરેક્ટરની વાત કરવાને છે, જે સૌ કોઇનું પ્રિય હશે. આમ તો કાર્ટૂન ના કહી શકાય પરંતુ 2007માં બાળકો માટે કાર્ટૂન સ્વરૂપમાં પણ તે વ્યક્તિનો શો બહાર પાડવામાં આવ્યો હતો. આપણે વાત કરી રહ્યા છે. દરેક બાળક 90ના દાયકામાં મિસ્ટર બીનની . મિસ્ટરબિન શો લગભગ 5 વર્ષ સુધી ચાલ્યો છે. તે સમયે, બીન શો લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતો, બાળકોથી લઈને ઘરડા લોકો પણ આ શોના ફેન્સ હતા.

ચાલો આજે આપણે મિસ્ટરબિનની રિયલ લાઈફ પણ વિશે જાણીએ લઈએ. બીનનું અસલી નામ રોવાન એટકિન્સન છે પરંતુ દુનિયા હજી પણ તેને મિસ્ટર બીન કહે છે. કારણ કે તેને ‘મિસ્ટર બીન’ પાત્રથી બહુ લોકપ્રિયતા મળી. આજે પણ તેને લોકો મિસ્ટરબિનના નામથી ઓળખવાનુ પસંદ કરે છે.

મિસ્ટરબીન સિરીઝ વિશ્વના 200 જેટલા દેશોમાં વિવિધ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવી છે. ભાગ્યે જ કોઈ દેશ હશે જ્યાં આ કોમેડી સિરીઝ પસંદ ન આવી હોય. રોવનનો જન્મ ડરહમમાં થયો હતો અને ઉછેર પણ ત્યાં જ થયો હતો એક સમયે તેને લોરી ચલાવવાનો શોખ હતો અને આજે પણ તેની પાસે લોરી ડ્રાઇવરનું લાઇસન્સ છે.
તમે જાણીને ચોકી જશો કે મિસ્ટર બીન પાસે એટકિન્સન 8 હજાર કરોડની સંપત્તિ છે. મિસ્ટરબિન ત્રણ સંતાનો પિતા છે. રોવન એટકિન્સનનું નામ બ્રિટનના સૌથી ધનિકમાં છે. તેમનું સ્ટારડમ મોટા કલાકારો કરતા વધારે છે. બીનનો લંડનમાં શાનદાર મહેલ છે. જેની કિંમત કરોડો રૂપિયા છે.

મિસ્ટરબિન પાસે વિશ્વની સૌથી મોંઘી કારમાંથી એક મેકલોરેન એફ 1 પણ ધરાવે છે. 1990ના દાયકાની શરૂઆતની વાત કરીએ તો મેકલોરેન એફ 1ની કિંમત 5 લાખ 40 હજાર યુરો હતી. હવે આજના સમયમાં તમે આ જુ જો આજે આ કાર શોધવા અથવા ખરીદવા માટે જાઓ તો તમારે તેના માટે લગભગ 80થી 100 કરોડ ખર્ચ કરવો પળશે.

મિસ્ટરબિનની લોકપ્રિયતા ભારતમાં પણ એટલી જ હતી, એક ખાસ વાત એ છે કે 2016માં મિસ્ટરબીન એ આત્મહત્યા કરી એવા ન્યુઝ મળ્યા હતા, ત્યાર બાદ 2018માં પણ કાર એક્સિડ્નટમાં તેનું મોત થયું છે તેવું જાણવા મળ્યું હતું. આ બધી સોશીયલ મીડિયાની અફવાઓ હતી.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!