આ ફિલ્મ પર લાગ્યો કોપીનો આરોપ! જાણો પેરાસાઈટ મૂવી કઈ ફિલ્મની સ્ટોરી કોપી કરી ….

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજકાલ ફિલ્મોની રિમેક વધુ બની રહી છે! ક્યારેક બોલિવૂડ ટોલીવૂડની ફિલ્મોની રિમેક બનાવે છે, તો ક્યારે એ લોકો આપણી ફિલ્મની રિમેક બનાવે છે,ખરેખર આવું કરવાથી ક્યારેક બોક્સ ઓફિસ પર આ ફિલ્મો સફળ રહેતી હોય છે! ત્યારે હાલમાં જ એક એવી ફિલ્મ જેને ઓસ્કર એવોર્ડ મળ્યો છે, ત્યારે સૌ કોઈ આ ફિલ્મને જોવાની ઈચ્છા ધરાવે છે. ચાલો ત્યારે જાણીએ કે શા માટે આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Image result for parasite movie

હાલમાં સૂત્રો દ્વ્રારા જાણવા મળ્યું છે કે તમિળ પ્રોડ્યૂસર પીએન થેનપ્પને ઓસ્કર અવોર્ડ વિનર બેસ્ટ ફિલ્મ ‘પેરાસાઇટ’ વિરુદ્ધ કેસ કરવાનું જાહેર કર્યું છે. આમ કરવાનું કારણ એ છે કે સાઉથ કોરિયન ફિલ્મ ‘પેરાસાઇટ’એ હાલમાં જ ને 92મા એકેડમી અવોર્ડ્સમાં બેસ્ટ પિક્ચરનો અવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને 6 નોમિનેશન મળ્યા હતા જેમાંથી 4 અવોર્ડ જીત્યા હતા. ત્યારે મેકર્સનો દાવો એવો છે કે આ ફિલ્મે કોપી કરેલી છે!

Image result for parasite movie

એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાતચીત દરમ્યાન થેનપ્પને કહ્યું કે, હું સોમવાર અથવા મંગળવારે ઇન્ટરનેશનલ લોયરની મદદથી ફિલ્મમેકર્સ વિરુદ્ધ કેસ ફાઈલ કરીશ. ‘પેરાસાઇટ’ના મેકર્સે મારા ફિલ્મના પ્લોટની ચોરી કરી છે. તેમણે કહ્યું કે, જ્યારે એ લોકોને લાગે છે કે આપણી ફિલ્મ એની ફિલ્મથી પ્રેરિત છે તો તેઓ આપણા વિરુદ્ધ કેસ કરી દે છે તો હું પણ હવે તેમની સાથે આવું જ કરવા માગુ છું. તેમણે ફિલ્મમેકર્સ પાસેથી વળતરની પણ ડિમાન્ડ કરી છે.

Image result for parasite movie

થેનપ્પને 1999માં આવેલ ફિલ્મ ‘મિનસારા કન્ના’ ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી જેમાં વિજય લીડ રોલમાં હતો. સોશિયલ મીડિયા યુઝરનો દાવો છે કે આ ફિલ્મની સ્ટોરી ‘પેરાસાઇટ’ સાથે મળતી આવે છે. ‘મિનસારા કન્ના’ ફિલ્મના ડિરેક્ટર રવિકુમારનું કહેવું છે કે, ફિલ્મની સ્ટોરીને ઓસ્કર મળ્યો છે તેનાથી હું ઘણો ખુશ છું. જોકે કેસ કરવો કે નહીં તે મેકર્સ પર નિર્ભર છે.

પહેલીવાર નોન-ઇંગ્લિશ ફિલ્મે ઓસ્કર જીત્યો
એકેડમી અવોર્ડ્સમાં ઇતિહાસમાં પહેલીવાર કોઈ નોન-ઇંગ્લિશ ફિલ્મને બેસ્ટ પિક્ચરનો અવોર્ડ મળ્યો છે. ફિલ્મને આ સિવાય બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે, બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટરનો પણ અવોર્ડ મળ્યો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!