મા દીકરાનો અનોખો પ્રેમ જોવા મળ્યો,મોદીજી એ આજનાં દિવસે મા સાથે સમય વિતાવ્યો, હીરાબાએ આપી આ ખાસ ભેટ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી નો જન્મ દિવસ છે, ત્યારે તેઓ ગુજરાત નર્મદાનીરના વધામણાં કરવા આવ્યા હતા, આ દીવસે તેમણે સરદાર સરોવર ડેમની ભેટ આપી આજે તેના ત્રણ વર્ષ થઈ ગયા છે, ત્યારે આજે રેવા 138.61 સપાટીએ પોહચી ગઈ છે, ત્યારે નમાંમી દેવી નર્મદે મોહત્સવ યોજવામાં આવ્યો હતો. આ કાર્યકમ બાદ મોદીજી તેમની માં હીરાબાને મળવા ગાંધીનગર ગયાં હતા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મોદીજી માટે ગુજરાત તેમનું માવતર છે, 2001થી લઈને 2014  સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હવે બીજી વાર પણ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની માં હિરાબાને કેમ ભૂલી શકે ? જે માની કૂખે આ પનોતા પુત્ર જન્મ લીધો એ માને ધન્ય છે.

આજના દિવસે  પીએમ મોદી કેવડિયા કોલોનીના કાર્યક્રમ બાદ સીધા ગાંધીનગર પહોંચ્યા અને  પીએમ મોદી હેલિપેડથી હીરાબાને મળવા પહોંચ્યા હતા. આ બાદ આજના દિવસે તેમણે બપોરનું ભોજન હીરાબા સાથે જ કરવાના હતું , અને હીરાબાએ તેમના માટે ખાસ લાપસી પણ બનાવી છે. પીએમ મોદી આ વર્ષે ખાસ ગુજરાત આવ્યા છે, અને તેમણે અત્યંત વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ હીરાબાને મળવા માટે સમય કાઢ્યો છે. આમ પણ માને મળવા માટે ક્યાં દીકરા પાસે સમયના હોય ?

જ્યારે મોદીજી  બીજી વાર પીએમ બન્યા ત્યારે હીરાબા  ઘરે બેઠા મોદીજીની સપથ વિધિ જોઈ રહ્યા હતા ત્યારે તેમની તસવીરો વાયરલ થઈ હતી .  એક મા જેને પોતાની કૂખે જન્મ આપનાર એ દીકરાને  ત્રણવાર સીએમ એન 2 વાર પીએમની સપથ લેતા જોઈ રહ્યા છે ત્યારે તેમનાની વધુ ભાગ્યવાન આ દુનિયમાં કોણ હોય ! આજના દિવસે પણ મોદીજી અને હીરાબા નો પ્રેમ જોવા મળ્યો હતો. આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ પીએમ ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. પીએમ સીધા જ પોતાના નાનાભાઈ પંકજ મોદીના ઘરે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હીરાબા પંકજ મોદી સાથે ગાંધીનગરના રાયસણમાં રહે છે.

એક વાત ખાસ છે કે  પીએમ જ્યારે પણ હીરાબાને મળવા આવે ત્યારે હીરાબા તેમને કંઈકને કંઈક ભેટ આપતા હોય છે. ગઈ વખતે પીએમ ગાંધીનગર આવ્યા ત્યારે હીરાબાએ પાવાગઢની ચૂંદડી તેમને આપી હતી. ઘણા સમયે પીએમ આજે પોતાના પરિવારજનો સાથે બપોરનું ભોજન કરી રહ્યા છે ત્યારે હીરાબાએ પોતાના દીકરા માટે ખાસ લાપસી બનાવી છે અને મા દીકરાએ સાથે બેસીને ભોજન કર્યું હતું, આ તસવીરો સોશીયલ મીડિયામાં લોકોને બહુ પસંદ આવી રહી છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!