આ તસ્વીરો કોઈ હોટેલની નહીં, પરંતુ ભારતમાં આવેલા એક રેલ્વે સ્ટેશનની છે હો!!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સામાન્ય રીતે રેલ્વે સ્ટેશનનું નામ સાંભળતા મનમાં એકજ તસ્વીર સામે આવે,અને એ છે ગંદકી અને દૂર્ગંધથી ખદબદતુ ટોયલેટ,ખરું ને! પરંતુ જો તમને કોઈ એમ કહે કે ભારતના રેલ્વે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધા મળશે તો..??તમે પહેલીવાર આ વાત માનવા ક્યારેય તૈયાર નહીં થાવ… mathura railway station

mathura railway station

માનવામાં નથી આવી રહ્યું ને? આજે અમે તમને જે રેલ્વે સ્ટેશનની વાત કરવાના છીએ તેને સાંભળીને તમારા મોં માંથી એકજ વાત નીકળશે,કે આ કોઈ રેલ્વે સ્ટેશન નથી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ રેલ્વેની કાયાપલટ કરવામાં સરકારે કોઇ કસર નથી છોડી. બુલેટ ટ્રેન હોય કે પછી રેલ્વે સ્ટેશન મોદી સરકાર દરેકમાં કઇક હટકે કરે છે…

આ શ્રેણીમાં મથુરામાં આવેલા રેલ્વે સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવ્યું છે. તમારા માટે તે વાત માનવી મુશ્કેલ હશે કે મથુરા રેલ્વે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધા મળશે અને પ્રવાસીઓને ફાઇવસ્ટાર જેવી સુવિધા મળશે. ભારતીય રેલ્વેએ મથુરા જંક્શનને તાજેતરમાં અપગ્રેડ કર્યું છે, જેથી મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધા મળી રહે.તાજેતરમાં જ મથુરા રેલ્વે સ્ટેશનની કાયાપલટ બાદની કેટલીક તસ્વીરો વાયરલ થઈ હતી…

 

હાલ સોશિયલ મીડિયા પર મથુરા રેલ્વે સ્ટેશની તસ્વીરો આગની જેમ વાયરલ થઇ રહીં છે,જેને જોઇ લોકો જોતાજ રહી જાય છે. રેલ્વેમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા મુસાફરો માટે એરપોર્ટ જેવીજ વેઇટિંગ રૂમની સુવિધા આપવામાં આવી  છે. આ સાથે જે બુકિંગ હોલ, રેલ્વે સ્ટેશનના વીઆઇપી રૂમનો પણ મેકઓવર કરવામાં આવ્યો છે.

જોકે, ગુજરાતીઓ માટે પણ એક ખુશખબર એ છે કે ગાંધીનગરમાં આવેલું રેલ્વે સ્ટેશન પણ એરપોર્ટની માફક વિકાસ કરવામાં આવશે. આ સ્ટેશન આગામી 9 મહિનામાં એરપોર્ટ જેવી સુવિધાથી સજ્જ થઇ જશે…..

#TeamAapduJunagadh

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!