ક્રિતિ અને પ્રિયંકાની આ કારણે થઈ રહી છે સરખામણી,ક્રિતિ એ મીડિયાને આપ્યો આવો જવાબ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

“બાજીરાવ મસ્તાની “ ફિલ્મ પછી હવે ફરી એકવાર ‘પાણીપત’ ફિલ્મ આવી રહી છે, ત્યારે સોશીયલ મીડિયામાં આ ફિલ્મ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’એ બોલીવૂડની ફિલ્મોમાં કમાણી ન રેકોર્ડ તોડયાં હતા અને સૌ કોઈને આ ફિલ્મ પસંદ પણ આવી છે. ત્યારે ફરી એકવાર હવે બાજીરાવની યાદ અપાવવા માટે થઇને પાણીપત ફિલ્મ આવી રહી છે જે ધૂમ મચાવશે.

અર્જુન કપૂરને રણવીર સિંહ સાથે અને કિર્તિ સેનનને પ્રિયંકા ચોપરા સાથે સરખાવવામાં આવી રહ્યા હતા.
ફિલ્મમાં અર્જુન કપૂર સદાશિવરાવ ભાઉના રોલમાં છે. ફિલ્મમાં ક્રિતિ સેનન સદાશિવરાવ ભાઉની બીજી પત્ની પાર્વતીબાઈના રોલમાં છે. સદાશિવરાવ ભાઉની પહેલી પત્નીના મૃત્યુ બાદ તેમના લગ્ન પાર્વતીબાઈ સાથે થયા હતા. સદાશિવરાવ ભાઉ પેશવા બાજીરાવના ભાઈના દીકરા હતા.પાણીપતની ત્રીજી લડાઈમાં તેઓ મરાઠા સેનાના સરદાર સેનાપતિ હતા.


સંજય દત્ત ફિલ્મમાં અહમદ શાહ અબ્દાલીના રોલમાં છે. મલ્ટિસ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ ‘પાણીપત’ની આ ફિલ્મને ‘જોધા અકબર’, ‘લગાન’ ફેમ ડિરેક્ટર આશુતોષ ગોવરિકર ડિરેક્ટ કરી છે જ્યારે ફિલ્મ પણ તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ જ પ્રોડ્યૂસ થઇ છે. ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.


સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે  કિર્તિએ જણાવ્યું કે, ‘મેં જ્યારે ફિલ્મ સાઈન કરી ત્યારે મને ખબર જ હતી કે સરખામણી થશે. પદ્માવતની સરખામણી પર બાહુબલી સાથે થઇ હતી. પાણીપત અને બાજીરાવનો સમય સમાન છે. સેટિંગ પણ સરખું છે કારણકે પેશવા શનિવારવાડામાં રહેતા હતા અને તેઓ ચોક્કસ પ્રકારના કપડાં પહેરતા હતા.  કિર્તિએ જણાવ્યું તે આશા રાખે છે કે લોકો માત્ર ટ્રેલર જોઈને કોઈ નિર્ણય પર ન આવી જાય, તેઓ આખી ફિલ્મ જુએ અને પછી કોઈ નિર્ણય પર પહોંચે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!