લગ્ન જીવન એટલે શું ? દરેક નવયુગલોએ જાણવું જોઈએ….

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે આપણે લગ્ન જીવન વિશે વાત કરવાની છે! લગ્ન એ બે આત્માનું મિલન છે. જેમના લગ્ન થયા છે, તે પણ અને જેના નથી થયા તે પણ લોકો લગ્ન જિવન વિશે જરા વિચાર કરજો કે કઈ રીતે બે અજાણ વ્યક્તિઓએ એક જ છત નીચે જિંદગી ભર રહેવા તૈયાર થઈ જાય છે. નાની-મોટી નોક જોક અને ક્યારકે બનતા અણબનાવ પણ સંબંધોને વધુ ગાઢ બનાવે છે.

Image result for gujarati marriage saat phere

બે વ્યક્તિઓ જ્યારે એક બીજાને પહેલીવાર જોવે છે, બંને માટે આ પહેલી મુલાકાત હોય છે. કોઈ પણ એકબીજા વિશે કઈ જાણતું ન હોવા છતાં પણ એકબીજા સાથે રહી શકવા માટે રાજી થઈ જાય છે. ત્યારે વિચાર એ આવે કે આવું કઈ રીતે થઈ શકે ? પહેલી જ મૂલાકાતમાં કોઈ વ્યક્તિને ન ઓળખી શકીએ પરંતુ હા કોઈ વ્યક્તિ સાથે લગાવ જરૂર બંધાય જાય છે.

Image result for gujarati lamrrige

ક્યારેક મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ આપણી સાથે હોય તો તેની સાથે આપણે વાર્તા લાપ કરી પણ લેતા હોય છે, ત્યારે મુસાફરીના અંત સુધી આપણે એવું જ લાગે કે એ વ્યક્તિને આપણે વરસો સુધી ઓળખતા હોય તેવું લાગવામાં આવે છે. બસ લગ્ન જીવનમાં પણ પહેલો પડાવ આવો જ હોય છે, જે લોકો લવ મેરેજ કરે  છે, તેમણે તો એકબીજાને ઓડખવાની જરૂર જ નથી પરંતુ  અજાણ વ્યક્તિ અરેંજ મેરેજ કરવા એટ્લે સામે વાળા પાત્રને સમજ્વું અને જાણવો ખૂબ અઘરું હોય છે.

Image result for gujarati lamrrige

પહેલી મુલાકાતમાં એકબીજાની પસંદગી થયાં પછી, બે પાત્રના લીધે એક બે પરિવારોના સંબંધો બંધાય છે.  પતિ-પત્નીનો સંબંધ તેની સાથે અનેક સબંધોની ડોર સાથે લઈને આવે છે. સંબંધોની ગાંઠ મજબૂત હોવી જોઈએ ન કે ગૂંચવાયેલી. બે વ્યક્તિઓ એકબીજાથી અજાણ હોવા છતાં પણ એકમેકની લાગણીઓને સમજીને સાથે રહેવાનું વિચારે છે. આપણે અહિયાં રિવાજ પહેલા એવો હતો કે માત્ર પરિવાર જ લગ્ન નક્કીને આવતા, તે સમયમાં એ બે વ્યક્તિઓએ એકબીજાને જોયા પણ નથી હોતા,બસ ઘરના પરિવારના લોકો પસંદગી કરીને આવતા. ખરેખર એ રીતી-રિવાજ યોગ્ય જ હતા, કારણ કે ત્યારે એ સંબંધોની મજબૂતી અતૂટ હતી.

Image result for gujarati lamrrige

આજના યુગમાં લગ્ન થાય છે, તેની સામે છૂટાછેડાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આપણાં હિન્દુ-રીતિ રિવાજના લગ્ન એ ખરેખર લગ્નજીવનની દરેક રીતોમાં લગ્નનું મહત્વ સમજાવી જાય છે. જ્યારે હસ્તમેળાપ કરવામાં આવે છે, તેનો અર્થ એ થયો કે આજથી બંને એકબીજાનો હાથ પકડીને જીવનની અનેક મુશ્કેલીઓમાં સાથે જ રહેવાનું, છે બંનેએ એકબીજાની પૂરક બનીને રહેવાનું હોય છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!