આ વર્ષે આ તારીખે હશે લગ્ન માટે સૌથી શ્રેષ્ઠમુહૂર્ત ! જાણો લગ્નના મુહૂર્ત વિશે…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગુજરાતિઓને લગ્નમાં દાંડિયા અને જમવાની મોજ સૌથી પહેલા ઉઠાવી લેતા હોય છે! જ્યારે હવે ફરી એકવાર લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે સૌ કોઈ હવે ગરબે ઘુમવા તૈયાર થઈ જજો કારણ કે, હવે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે છેલ્લાં એક મહિનાથી બંધ માંગલિક કાર્યો 15 જાન્યુઆરીથી ફરી શરૂ થઇ ગયાં છે. તારે હવ આ વર્ષે લગ્નનું પહેલું મુહૂર્ત 15 જાન્યુઆરીએ હતું. ત્યાં જ, આખા વર્ષમાં 75 લગ્નના મુહૂર્ત છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે લગ્નના મુહૂર્ત 17 દિવસ વધારે રહેશે. 10 દોષ ઉપર વિચાર કર્યા બાદ જ લગ્ન માટે શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવે છે. જેમાં લતા દોષ, પાત, યુતિ, વેધ, જામિત્ર, પંચબાણ, તારા, ઉપગ્રહ, કાતિ સામ્ય તથા દગ્ધા તિથિ દોષ સામેલ છે.

Image result for gujarati marriage

3 થી 9 માર્ચ સુધી હોળાષ્ટક રહેવાથી અને 14 માર્ચથી 13 એપ્રિલ સુધી મીન મહિનો હોવાના કારણે લગ્ન મુહૂર્ત રહેશે નહીં. ત્યાર બાદ 30 મે થી 8 જૂન સુધી શુક્ર તારો અસ્ત રહેશે, ત્યાં જ, એક જુલાઈથી 25 નવેમ્બર સુધી દેવશયન કાળ હોવાથી લગ્ન થઇ શકશે નહીં. ત્યાર બાદ વર્ષના અંતે 15 ડિસેમ્બરથી મળમાસ હોવાના કારણે લગ્ન થશે નહીં. 1 થી 17 સપ્ટેમ્બર સુધી શ્રાદ્ધ પક્ષ તથા 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી અધિકમાસ પણ રહેશે.

Image result for gujarati marriage

વસંત પંચમીએ સિદ્ધિ, સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ બની રહ્યો છે. આ 3 શુભયોગ બનવાથી નવા કામકાજની શરૂઆત માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે લગ્ન સાથે જ, મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા, નવા ઘરનો પાયો નાખવો, ગૃહ પ્રવેશ, વાહન ખરીદી, વેપાર શરૂ કરવો વગેરે માટે શુભ છે. આ દિવસે અન્નપ્રાશન સંસ્કાર પણ કરી શકાય છે.

Image result for gujarati marriage

મહિના  પ્રમાણે લગ્નના મુહૂર્તઃ-

જાન્યુઆરીઃ- 29, 30, 31

ફેબ્રુઆરીઃ- 1, 3, 4, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 21, 25, 26, 27, 28

માર્ચઃ- 2, 10, 11, 12

એપ્રિલઃ- 15, 16, 17, 20, 25, 26, 27

મેઃ- 1, 2, 4, 5, 6, 8, 10, 13, 14, 15, 17, 18, 19, 23, 24, 29

જૂનઃ- 10,12, 13, 15, 16, 17, 19, 27, 28, 29, 30

નવેમ્બરઃ- 25, 27, 29, 30

ડિસેમ્બરઃ- 1, 7, 8, 9, 10, 11

સૌથી શ્રેષ્ઠ મુહૂર્તઃ-

30 જાન્યુઆરી વસંત પંચમી

25 ફેબ્રુઆરી ફુલેરા બીજ

26 એપ્રિલ અખાત્રીજ

01 મે જાનકી નોમ

07 મે પીપળ પૂનમ

01 જૂન ગંગા દશમી

29 જૂન ભડલી નોમ

26 નવેમ્બર દેવ ઉઠની એકાદશી

Source –  dharam darsan

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!