જો તમને પણ મળે છે આ સંકેત તો સમજો કે તમને મળી ગયા પિતૃનાં આશીર્વાદ, તમારા ઉપર છે પિતૃની કૃપા

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

પિતૃપક્ષના દિવસોમાં વ્યક્તિ તેના તમામ પિતૃઓના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કર્મ અને તર્પણ જરૂર કરાવે છે. લોકો પવિત્ર નદી કિનારે જઈને તેમના પિતૃનાં મોક્ષ માટે તર્પણ કરાવે છે, એવું કહેવામા આવ્યું છે કે, શ્રાદ્ધના દિવસો દરમ્યાન પિતૃની પૂજા અને તર્પણ કરવામાં આવે તો તેમને જરૂર મુક્તિ મળે છે. આમ જોઈએ તો પિતૃ અને પૂર્વજના ઘણા બધા પ્રકાર હોય છે. કેટલાક પિતૃનો પૂર્વ જન્મ થઈ ગયો હોય છે અને કેટલાક પિતૃલોકમાં સ્થાને હોય છે. જે લોકોને પિતૃ લોકમાં સ્થાન મળ્યું છે એ પિતૃ શ્રાદ્ધના દિવસ દરમ્યાન પૃથ્વી લોક પર આવે છે પોતાના વંશજને જોવા માટે. આ દરમ્યાન આશીર્વાદ અને શ્રાપ આપીને ચાલ્યા જાય છે. હવે તમારા મનમાં એવો પ્રશ્ન જરૂર હશે કે અમે એવો અંદાજ કેવી રીતે લગાવી શકીએ કે અમારા પિતૃ અમારાથી પ્રસન છે ? જો પિતૃઓના આશીર્વાદ તમારા પર હશે અથવા તો તે તમારા ઉપર પ્રસન્ન થયા હશે તો તમને કેટલાક લક્ષણ જરૂર જોવા મળશે. આજે અમે તમને એવા જ લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની માહિતી તમે મેળવી તમે પણ જાણી શકો છો કે તમારા ઉપર પિતૃઓના આશીર્વાદ છે કે નહી.

આ લક્ષણ પરથી ખ્યાલ આવે છે કે તમારા પિતૃ તમારા ઉપર પ્રસન્ન છે કે નહી !!જો તમે તમારા સપનામાં પહોંચો છો, તો કોઈ સાપને તમારી રક્ષા કરતાં જુઓ તો સમજો કે તમારા ઉપર તમારા પિતૃનાં આશીર્વાદ છે.

જો તમે તમારું કામ ઠીક રીતે કરી શકો છો અને તમારા કાર્યમાં કોઈ બાધા નથી અવાતી અને સફળતાપૂર્વક બધુ પાર કરી શકો છો તો સમજો કે તમારા પિતૃ તમારાથી એકદમ ખુશ છે. જો તમે તમારા ઘરની બહેન, દીકરી, પત્ની કે વહૂનું સન્માન કરો છો અને તમે એમની દરેક જરૂરિયાતને પરિપૂર્ણ કરો છો તો તમારા ઉપર તમારા પિતૃ પ્રસન્ન થાય છે. પરંતુ જે ઘરની સ્ત્રી દુખી રહી રહીરહે છે અનેઆંખે આસું વહે છે એ ઘરમાં મુશ્કેલી વધવા લાગે છે.

જે ઘરમાં રોજના નિયમિતપણે પૂજા પાઠ અને ધૂપ-દિપ થાય તે ઘરના કુટુંબ ઉપર પિતૃની કૃપા પ્રાપ્ત થાય છે.

જો શ્રાદ્ધના દિવસોમાં તમારા અટકેલાં કામ પૂરા થવા લાગે અને અચાનક ધન લાભ થાય તો સમજો કે તમારા પિતૃ તમારાથી ખુશ છે. જો તમે તમારા ઘરના મંદિરમાં દિપક સળગાવો છો અને એ અચાનક જ એની જ્યોત ઉપર તરફ જવા લાગે તો સમજો કે તમારા જીવનમાં પિતૃનાં આશીર્વાદ છે.જો તમે તમારા ઘરની કોઈ પણ પિતૃને યાદકરી તમારા કાર્યની શરૂઆત કરો છો અને તે સફળ થાય છે તો સમજો કે તમારા ઉપર પિતૃનાં આશીર્વાદ છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!