મહારાણા પ્રતાપ જયંતિ

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મહારાણા પ્રતાપ: એક એવા વીર યોદ્ધા, જેના મૃત્યુથી દુશ્મનનું હ્રદય પણ કંપી ઉઠ્યું

મહારાણા પ્રતાપ  મેવાડના સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમજ પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમજ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. મહારાણા પ્રતાપ મેવાડના રાજા અને વીર યોદ્ધા હતા. જેઓએ અકબર સામે ક્યારેય હાર સ્વીકારી નહતી.

મહારાણા પ્રતાપનો જન્મ 9 મે, 1540ના રોજ રાજસ્થાનના એક અદ્દભૂત કિલ્લા કુંભલગઢમાં થયો હતો. તેમના પિતાનું નામ મહારાણા ઉદયસિંહ દ્વિતીય હતું. તેમની માતાનું નામ રાણી જીવંત કુંવર હતું. મહારાણા ઉદયસિંહ મેવાડના શાસક હતા, તેમની રાજધાની ચિતોડ હતી. મહારાણા પ્રતાપ તેમના 25 ભાઈઓમાં સૌથી મોટા હતા, તેથી તેમને મેવાડના અનુગામી બનાવવામાં આવ્યા. તેમણે સિસોદિયા વંશના 54માં રાજા કહેવામાં આવે છે.

ઇ.સ.1576માં હલ્દીઘાટીના યુદ્ધમાં 20,000 રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મુઘલ સરદાર રાજા માનસિંહની 80,000 ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. મહારાણા પ્રતાપ વિશે કહેવાય છે કે, એમના ભાલાનું વજન 80 કિલો અને બખ્તરનું વજન 72 કિલો હતું. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહ, જે પહેલા મુઘલ વતી લડ્યો હતો તેણે બચાવ્યા હતા. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું, પરંતુ તેમાં 17,000 જેટલા સૈનિકો ખુવાર થઈ ગયા. આ યુદ્ધમાં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક પણ વીરગતિ પામ્યો હતો.

મેવાડને જીતવા માટે અકબરે બધા પ્રયાસો કર્યા. બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા. જે સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઇ.સ. 1585 માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ-સાધનામાં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ 19 જાન્યુઆરી, 1597 ના રોજ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું.

અકબર, મહારાણા પ્રતાપનો સૌથી મોટો શત્રુ હતો, પરંતુ તેમની આ લડાઇ કોઈ વ્યક્તિગત દ્વેષનું પરિણામ ન હતું. જો કે સિધ્ધાંતોની લડાઈ હતી. અકબર હતો જે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માંગતો હતો, જ્યારે મહારાણા પ્રતાપ પોતાની માતૃભૂમિને શત્રુથી બચાવવા સંઘર્ષ કરતા રહ્યા. મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબરને ઘણું જ દુઃખ થયું, કેમકે હ્રદયથી તે મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો. આ સમાચારથી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.

“પોતાની માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર એવા વીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી પ્રણામ.”

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!