શું તમે જાણો છો કે શા માટે ભીષ્મ પિતામહે  દેહત્યાગ કરવા માટે મકર સંક્રાંતિનો દિવસ જ કેમ પસંદ કર્યો ?

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જે ભારતની સાથે પડોશી દેશ નેપાળમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.પરંતુ શું તમે જાણો  છો કે  શા માટે  આ તહેવાર ભીષ્મ પિતામહે સાથે પણ જોડાયેલો છે.શું તમે જાણો છો કે શા માટે ભીષ્મ પિતામહે  દેહત્યાગ કરવા માટે મકર સંક્રાંતિનો દિવસ જ કેમ પસંદ કર્યો હતો!

Image result for mahabharat star plus bhishma

પૌરાણિક કથા અનુસાર મહાભારતનું યુદ્ધ કરતાં કરતાં પિતામ ઈચ્છા મૃત્યુનું વરદાન હોવાથી તેમનું શરીર બાણોથી ચારણીની માફક વિંધાઈ ગયું હોવા છતાં  તે વીરગતિને પ્રાપ્ત થયા નહિં. અલબત્ત શરીર એ હદે વિંધાય ચૂક્યું હતું કે હવે ફરીથી પૂર્વવત થવું શક્ય નહોતું.  ઈચ્છા મૃત્યુનું વરદાન પામેલા ભીષ્મ હવે ફરી જન્મ ઈચ્છતા નહોતા. તેઓ મોક્ષ ઈચ્છતા હતા.

Related image

કહેવાય છે કે જે વ્યક્તિ ઉત્તરાયણના દિવસે આત્માની ગતિ થાય તો તે મોક્ષને પામે છે. તેથી જ તેમણે ઉત્તરાયણનો દિવસ મૃત્યુ માટે પસંદ કર્યો, ત્યાં સુધી તે એટલે કે છ માસ તે બાણશૈયા પર સૂતા રહ્યાં. પોતાની દ્રઢ ઈચ્છા શક્તિથી તેમણે ઉત્તરાયણના દિવસે પ્રાણ ત્યાગ્યા. અર્જુનના બાણમાંથી નિકળેલી ગંગાની ધારનું પાન કરીને તે મૃત્યુની ગોદમાં સમાય ગયા અને મોક્ષ મેળવી લીધો.મકર સંક્રાંતિનું જેટલું મહત્વ દેશમાં અન્ય સ્થળે છે તેટલું જ મહત્વ ઉત્તરમાં છે. ઉત્તરીય ભારતમાં આ પાવન દિવસે પવિત્ર નદીઓમાં ખાસ કરીને ગંગામાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. લાખો લોકો ગંગા સ્નાન કરે છે. કારણ કે મકર સંક્રાંતિનો એ દિવસ હતો જ્યારે ગંગાજી ભગીરથ રાજાની પાછળ પાછળ શિવજીની જટામાંથી ઉતરીને વિશાળ પલક પર વહેતી વહેતી કપિલ મુનિના આશ્રમ પાસે થઈને સાગરને મળી હતી. આ દિવસે જ ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. ગંગા પુત્ર ભીષ્મ પણ આ દિવસે જ મોક્ષને પામ્યા હતા.સૂર્ય એ કલ્યાણકારી દેવતા છે અને ઉત્તર દિશા એ કલ્યાણકારી દિશા છે. સૂર્યનું ઉત્તરમાં જવું એ પોતાનામાં જ એક અદભૂત ઘટના છે.

 

 

 

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!