અતિથિ ભલે ગમે ત્યારે આવે, ઝડપથી બની જશે આ મનભાવન મિષ્ટાન…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે ગુજરાતીઓ જમવાના જેટલા શોખીન એટલા જ ખવડાવવાના પણ શોખીન,ખરું ને! મહેમાન ઘરે આવે એટલેએમની ભરપૂર આગતા સ્વાગતા થાય.ભાત-ભાતના ભોજન એમના માટેબને. થાળીમાં એકાદ મીઠાઇ તો હોવી જ જોઇએ, એવો આપણો આગ્રહ હોય છે, પરંતુ ક્યારેક એવુંપણ બને કે મહેમાન અચાનક જ આવી ચડે! તો એ સમયે કોઈ એવી વાનગી હોય જે ઝટપટ બનીજાય અને નવીન પણ હોય તો તો પૂછવું જ શું!! તો આજે એક એવીજ વાનગી વિશે જણાવીશું,જેબનાવવામાં સરળ છે અને ખૂબજ સ્વાદિષ્ટ પણ છે. એ વાનગી એટલે મગની દાળનો શીરો…

તોચાલો ઝટપટ શીખી લો આ ટેસ્ટી શીરાની રેસીપી…

મગની દાળનો શીરો બનાવવા માટેની સામગ્રી:-

2 કપ મગની દાળ,1 ½ કપ ઘી,2 કપ દૂધ,1 કપ ખાંડ,1/4 કપ ડ્રાયફ્રૂટ્સ,1/4 ચમચી ઈલાયચી પાવડર

ઇન્સ્ટન્ટ મગની દાળનો શીરો બનાવવાની રીત:

1.સૌપ્રથમ ગેસ પર એક પેન મૂકી તેમાં મગ ની દાળને લઈ શેકી લો. મગની દાળ શેકાઇ જાય એટલે તેને થોડીવારઠંડી પડવા દો. ઠંડી પડેલી શેકેલી દાળને મિક્સરમાં અધકચરી પીસી લો.

2.હવે એક પેનમાં ઘી નાખો. ઘી ગરમથાય એટલે તેમાં દાળ ઉમેરીને મિક્સ કરી દો. દાળ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકો.

3.દાળશેકાય જાય એટલે તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો.તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી મીડિયમ તાપે હલાવતા રહી શેકીલો.

4.ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ખાંડ ઓગળી ગયા બાદ તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રુટ ઉમેરીમિક્સ કરી લો.

તો તૈયાર છે ગરમાગરમ મગની દાળનો શીરો. આ ઇન્સ્ટન મગની દાળનો શીરો સ્વાદમાં ખૂબજ ટેસ્ટી લાગે છેતેમજ જલદીથી બની પણ જાય છે.

ગુજરાતી જમાવટની ટીમ દ્વારા લખવામાં આવેલો આર્ટિકલ જો તમને ગમ્યો હોય તો, લાઈક કરીને વધુને વધુ શેર કરો. આ પેજ પર મુકવામાં આવતા આર્ટિકલના લખાણને કોપી ન કરવું, જો એવું થશે તો સાઇબર ક્રાઈમ હેઠળ ગુન્હો નોંધવામાં આવશે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!