માધુરી દીક્ષિતના જન્મદિવસ નિમિતે જાણીએ તેના વિશેની ધક ધક વાતો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

બોલિવુડમાં ‘ધક ધક ગર્લ’ તરીકે ઓળખ મેળવનાર માધુરી દીક્ષિતનો જન્મ 15મી મે, 1967ના રોજ થયો હતો. માધુરી પોતાના સમય દરમિયાનની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. માધુરીને સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પણ નવાજવામાં આવી છે.

માધુરી દીક્ષિતનું મૂળ વતન મુંબઇ છે. તેમનો જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના માતાપિતા શંકર અને સ્નેહલતા દીક્ષિત છે. માધુરી દીક્ષિતએ ડિવાઇન ચાઇલ્ડ હાઇસ્કુલ અને મુંબઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તેમણે કથ્થક નૃત્યની તાલીમ લીધી છે. માધુરી ફક્ત અભિનેત્રી જ નહી, પરંતુ ઉત્તમ નૃત્યાંગના તરીકે પણ જાણીતી છે.

માધુરી દિક્ષિતના લગ્ન 17, ઓક્ટોબર 1999 ના રોજ શ્રીરામ માધવ નેને, જે વ્યવસાયે યુ.સી.એલ.એ. પ્રશિક્ષિત રક્તવાહિની સર્જન છે તથા ડેન્વરમાં પ્રેક્ટિસ કરે છે અને તેઓ મરાઠી બ્રાહ્મણ પરિવારથી આવે છે. તેમને બે પુત્રો છે.

માધુરીની સૌપ્રથમ ફિલ્મ હતી અબોધ (1984). આ ફિલ્મ નિષ્ફળ ગઈ હતી, પરંતુ માધુરીએ સહાયક ભૂમિકા કરવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ આવી તેઝાબ, જેણે માધુરીની ફિલ્મ કારકિર્દીને એક અલગ જ દિશા આપી. આ ફિલ્મના ગીત એક..દો..તીન..થી તે રાતોરાત લોકોની નજરમાં વસી ગઈ. તેનો અદ્દભૂત અભિનય, સુંદરતા તથા નૃત્ય પરિપૂર્ણતાએ તેને અગ્રણી અભિનેત્રીઓની હરોળમાં મુકી દીધી.

તેની બોક્સ ઓફિસ હિટ ફિલ્મો જેવી કે દિલ (1990), સાજન (1991), બેટા (1992), હમ આપકે હે કોન…! (1994) અને રાજા (1995) નો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રમાણમાં ઓછા તબક્કાની તેની દિલ તો પાગલ હૈ (1997) અને વિવેચકોની પ્રશંસાપાત્ર ફિલ્મ જેવી કે મૃત્યુદંડ (1997), પુકાર (2000), લજ્જા (2001) અને દેવદાસ (2002) હતી. વર્ષ 2002 માં પોતાના બાળકોની દેખભાળ માટે ફિલ્મ ક્ષેત્રેથી નિવૃતિ લઈ લીધી હતી.

ત્યારબાદ વર્ષ 2007માં ફિલ્મ આજા નચ લે થી ફરી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. માધુરી દીક્ષિતે પાંચ ફિલ્મફેર પુરસ્કારો, ચાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે અને એક શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે એવોર્ડ મેળવ્યો છે. માધુરી ફિલ્મફેર ખાતે શ્રેષ્ઠ અભિનેત્રી માટે 13 વખત નોમીનેશન મેળવનાર અભિનેત્રીનો રેકોર્ડ ધરાવે છે. 2008માં, તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, ચોથા-સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!