બોલીવૂડની આ લોકપ્રિય અભિનેત્રી વર્ષો પછી કરી રહી છે કમબેક ! જોવા મળશે એક નવા અવતારમાં…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ધક ધક ગર્લ માધુરી દીક્ષિત નેને ટૂંક સમયમાં એક્ટિંગની દુનિયામાં આગમન કરી રહી છે, ત્યારે સૌ કોઈ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, વર્ષોથી બોલીવૂડની દૂનિયામાં રાજ કરનારી અભિનેત્રી એટલે માધુરી દીક્ષિત નેને. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બોલીવૂડમાં આગમન માટે કરણ જોહર મોખરે છે, ધર્મા પ્રોડ્કશન દ્વારા તેને ઘણા કલાકારોનું ડેબ્યુ કરાવ્યું છે, ત્યારે હવે કારણ જોહર ફરી એકવાર માધુરીને કમબેક કરાવી રહ્યા છે ત્યારે હવે માધૂરી ટૂંક સમયમાં નેટફ્લિક્સ સીરિઝમાં જોવા મળે તો તે વાતમાં કોઈ નવાઈ નથી.

 

View this post on Instagram

 

There’s always more to discover ??‍♀️

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કરણ જોહરનાં ધર્મા પ્રોડક્શન હેઠળ બનવા જઈ રહેલી નેટફ્લિક્સની અપકમિંગ સીરિઝમાં માધુરી લીડ રોલમાં દેખાશે. આ સીરિઝમાં ડિરેક્ટર શ્રી રાવ છે. જો કે, સીરિઝની સ્ટોરી કે તેના નામને લઈને કોઈ ખુલાસો થયો નથી.આ પહેલાં માધુરીએ નેટફ્લિક્સ પરની મરાઠી ડ્રામા ફિલ્મ 15 ઓગસ્ટમાં પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

માધુરીએ કહ્યું કે, હું પહેલેથી નેટફ્લિક્સની મોટી ફેન રહી છું . આથી જ મેં 15 ઓગસ્ટ ફિલ્મથી નેટફ્લિક્સમાં પ્રોડ્યૂસર બનીને ડેબ્યૂ કરવાનું વિચાર્યું હતું. પ્લસ કરણ અને તેની ટીમ સાથે મારે ફેમિલી જેવા રિલેશન છે. જ્યારે મને કરણની અપકમિંગ નેટફ્લિક્સ સીરિઝની ઓફર મળી ત્યારે હું ઘણી ખુશ થઈ ગઈ. આ અપકમિંગ સીરિઝ એન્ટરટેઇનિંગ, દિલચસ્પ અને હ્રદયસ્પર્શી હશે તો બીજી તરફ મૂળ ભારતીય પણ ન્યૂ યોર્કના રહેવાસી શ્રી રાવ આ સીરિઝના રાઇટર અને ડિરેક્ટર છે. શ્રી રાવે બોલિવૂડ અને હોલિવૂડમાં કામ કરેલું છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરીના કેફની બાર બાર દેખો ફિલ્મનાં રાઇટર રહી ચૂક્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે માધુરીને ક્યાં પાત્રમાં લોકો સમક્ષ હાજર કરશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!