ટપાલ દ્વારા આમંત્રણ સ્વીકારી ભક્તોની આશા પૂર્ણ કરે છે આ દેવ

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

વિઘ્નહર્તા શ્રી ગણેશ કાર્યમાં આવનારી તમામ અડચણો દૂર કરે છે, તેથી કોઈપણ પ્રસંગની શરૂઆતમાં ગણપતિ દાદાને પૂજવામાંઆવે છે. આજે અમે ભારતના એક એવા મંદિર વિશે જણાવવાના છીએ જ્યાં આજે પણ ભક્તો પોતાના ઘર પરિવારમાં શુભ કાર્યનીશરૂઆત કરતાં પહેલા મંદિરમાં સ્થાપિત ગણેશજીને આમંત્રણ મોકલે છે.આ મંદિર રાજસ્થાનના સવાઈ મધોપુરથી અંદાજીત ૧૦ કી.મી. દૂર રણથંભોર કિલ્લાની અંદર આવેલું છે.

ઈતિહાસ:

એવું કહેવાય છે કે ૧૦મી સદીમાં જ્યારે અલાઉદ્દીન ખીલજી અને રાજા હમીર વચ્ચે યુદ્ધ ચાલતું હતું, ત્યારે સંગ્રહ કરેલું ધાન ખૂટવાલાગ્યું. તે સમયે રાજા હમીરને પ્રજાની ચીંતા થવા લાગી. એક રાતે રાજા હમીરના સ્વપ્નમાં સ્વયં ગણેશજી આવ્યા અને તેમને યુદ્ધમાંવિજય થવાના આશીર્વાદ આપ્યા.યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ તુરંત રાજા એ આ કિલ્લાની અંદર ભગવાન ગણેશના મંદિરની સ્થાપના કરી. ગણેશજીની ત્રીનેત્રી મૂર્તિનીસાથોસાથ રિદ્ધિ-સિદ્ધિ, લાભ-શુભ અને મૂષકની પણ પ્રતિમા અહીં સ્થાપિત કરી.

વિશેષતા:

કાયમ અહીં મંદિરમાં દૂર-દૂરથી ભગવાન ગણેશના નામે ચિઠ્ઠીકેઆમંત્રણ ભક્તો પોસ્ટ દ્વારા મોકલે છે. એડ્રેસ તરીકે ‘ભગવાનગણેશજી રણથંભોર કિલ્લો’, ‘જિલ્લા સવાઈ માધોપુર’જેવા અલગ અલગ સરનામા હોય છે.પોસ્ટમાં ચિઠ્ઠી આવતા મંદિરના પૂજારી ભગવાન ગણેશજીને અર્પિત કરે છે. અહીં વસતા લોકો દર વર્ષે ફસલનો અડધો ભાગગણેશજીને અપર્ણ કરે છે અને તેમાંથી એક મુઠ્ઠી ઘઉં તિજોરીમાં રાખવામાં છે.મંદિર સુધી પહોચવામાં આશરે ૮૦૦ જેટલા પગથિયાં છે. શ્રધ્ધાળુઓ અહીં પાંચ માળા અને મોદકનો પ્રસાદ ચડાવે છે. ૩૨ સ્તંભવાળો કિલ્લો, સરોવર, જેવા અનેક જોવાલાયક સ્થળો અહીં છે.

Author: Morvee Raval #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!