રામાનંદ સાગરની રામાયણ ફરીથી પ્રસારિત કરવામાં આવશે આ સમયે!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

રામાનંદ સાગરની રામાયણને પસંદ કરનારા ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. પબ્લિક ડિમાન્ડનું માન રાખીને ‘રામાયણ’ સિરિયલ રિ-ટેલીકાસ્ટ કરવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ સમાચાર દેશના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે આપ્યા છે.
હાલમાં જ્યારે દેશના તમામ લોકો ઘરમાં બેસીને કોરોના વાયરસ સામે લડી રહ્યાં છે, ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે ભારત દેશ એ સર્વ શ્રેષ્ઠ દેશોમાં એક છે. લોક ડાઉનની સ્થતિ દરમિયાન જ્યારે લોકો ઘરમાં પુરાયેલા છે, ત્યારે ટેલિવૂડ દ્વારા એક નવરત્ન પ્રયોગ કરવામાં આવ્યો.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે , મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને લખ્યું છે કે, જનતાની માગને ધ્યાનમાં રાખીને કાલથી એટલે કે 28 માર્ચથી ડીડી નેશનલ પર રામાયણને રિ-ટેલીકાસ્ટ કરી રહ્યા છીએ. રામાયણનો એક એપિસોડ સવારે 9 થી 10 વાગ્યે અને બીજો એપિસોડ રાત્રે 9 થી 10 દરમિયાન આવશે.

ઘણા યુઝર સોશિયલ મીડિયા પર તેમનો આભાર માની રહ્યા છે અને સાથે જ મહાભારત, શક્તિમાન અને ચાણક્ય જેવી સિરિયલ પણ ફરીથી શરુ કરવાની માગ કરી રહ્યા છે. પીએમ મોદીના 21 દિવસના દેશમાં લોકડાઉન બાદ રામાયણને ટીવી પર ફરીથી શરુ કરવાની ડિમાન્ડ વધી ગઈ હતી. સરકારે જનતાની માગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

એક સમય હતો કે જ્યારે દર રવિવારે સવારે રામાયણ જોવા માટે જેના ઘરે ટીવી હોય ત્યાં માનવ મહેરામણ ઉમટી પડતું હતું. આ સિરિયલની લોકપ્રિયતા આજદિન સુધી ઓછી થઇ નથી.રામાનંદ સાગરની રામાયણ સિરિયલ 25 જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 દરમિયાન દૂરદર્શન પર પ્રસારિત થતી હતી.

ત્યારે હવે ફરી એકવાર રામાયણ ઘર ઘરમાં ફરીથી જોવા મળશે. આ લોકડાઉનને લોકો પરિવાર સાથે સમય વિતાવવા મળ્યો છે તેમ માનીને સહકાર આપે તો ખૂબ સારી વાત કહેવાય, કારણ કે જિંદગી ભર કામ કાજ કરવાનું છે, લોક ડાઉન પૂરું થશે એટલે ફરીથી ભાગદોડ ભરી જિંદગીમાં વ્યસ્ત થઈ જશું.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!