લોકડાઉનની પરિસ્થિતીમાં ડીજીટલ કંપનીઓ આવી રીતે મનોરંજન પૂરું પાડી રહી છે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં દેશ ભરમાં 21 દિવસનું લોક ડાઉન સર્જાયેયુ છે, ત્યારે ખાસ કરીને તો આજની યુવાપેઢી વધુ કંટાળી ચુકી હશે, જેથી કરીને ડિજિટલ પ્લેટફ્રોમ દ્વારા લોકોનું મનોરંજન પૂરું પાડવા માટે અવ નવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે , અનેક ડિજિટલ કંપની દ્વારા લોકોને કન્ટેટન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિજિટલ પ્લેટફોર્મ ઓલરેડી સજ્જ થઈ ગયા છે ત્યારે એમેઝોન પ્રાઇમે આગવી રીતે પોતાની તૈયારી કરી છે. એમેઝોન અઢળક નવા શૉ લાવી રહ્યું છે પણ એ બધાની સાથે પ્રાઇમ વીડિયો પર ઓસ્કાર વિનિંગ કોરિયન ફિલ્મ ‘પૅરસાઇટ્’ રીલિઝ થઈ રહી છે. હિન્દી ડબ આ ફિલ્મ પહેલી વખત નેશનલ લૅન્ગવેજમાં આવશે. આ અગાઉ ‘પેૅરસાઇટ’ ભારતમાં રીલિઝ થઈ હતી પણ એ સમયે માત્ર અંગ્રેજી સબટાઇટલ સાથે થઈ હતી. ‘પૅરસાઇટ’ ઉપરાંત પણ એમેઝોન પ્રાઇમ પર મલયાલમ, તમિલ, તેલુગુ અને પંજાબી સુપરહીટ ફિલ્મ પણ હિન્દી ડબમાં રીલિઝ કરવામાં આવશે તો કોરોના વેકેશનને ધ્યાનમાં રાખીને બાળકો માટેનું એક ખાસ સેકશન પણ એમેઝોન પ્રાઇમ શરૂ કરવા જઈ રહ્યું છે.

એમેઝોન પ્રાઇમ આ વીકથી વીકમાં બે વાર નવા અપડેટ આપશે

ડિજિટલ પ્લૅટફૉર્મ પર અત્યારે વેબ-સિરીઝમાં હિન્દી ઉપરાંત પંજાબી, ભોજપુરી અને બંગાળી કન્ટેન્ટની બોલબાલા છે, પણ આવતા સમયમાં ગુજરાતી કન્ટેન્ટ પણ તમને આ પ્લૅટફૉર્મ પર જોવા મળશે. હા, એકતા કપૂરથી માંડીને ઍમેઝૉન પ્રાઇમ, ઉલ્લુ અને પ્રાઇમફ્લિક્સ જેવાં ડિજિટલ પ્લૅટફૉર્મ અત્યારે ગુજરાતી વેબ-સિરીઝ શોધી રહ્યાં છે. આની પાછળનું જો કોઈ મહત્ત્વનું કારણ હોય તો એ છે આખા દેશમાં સૌથી વધારે ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરનાર ક્રાઉડમાં મુંબઈ અને દિલ્હી પછી ગુજરાત ત્રીજા ક્રમે છે. ગુજરાતી વેબ-સિરીઝમાં કયા પ્રકારનું કન્ટેન્ટ વધારે ચાલે છે એ જોવાનું કામ અત્યારે એકતા કપૂરની ટીમે ઑલરેડી શરૂ કરી દીધું છે તો ‘બી’ ગ્રેડના પ્લૅટફૉર્મ ગણાતા ઉલ્લુ, પ્રાઇમફ્લિક્સ, કિન્ડી બૉક્સ અને કુકુએ ઑલરેડી ગુજરાતી કન્ટેન્ટ પાસ કરવાનું પણ આરંભી દીધું છે તો અમુક પ્લૅટફૉર્મ પર તો ઑલરેડી ગુજરાતી વેબ-સિરીઝ દેખાવી શરૂ થઈ ગઈ છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!