લોકપ્રિય અભિનેત્રી ગરીબીમાં જીવન પસાર કરી રહી છે ! 20 વર્ષ પછી બોલીવૂડમાં કામ કરવા માટે વલખા મારી રહી છે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

બોલિવુડમાં ઘણા કલાકારો એવા પણ હોય છે, જેને કોઈ ઓળખતું જ ન હોય. કારણ કે ફિલ્મમાં મુખ્ય કિરદારોને જ લોકો યાદ રાખે છે. મુંબઈની આ નગરીમાં દરેક નવ યુવાન- યુવતીઓ પોતાના સપનાનું ભાથું ભરીને તો આવે છે પરંતુ સાથે લઈ જવા માટે કઈ જ નથી હોતું.  ત્યારે હાલમાં સોશીયલ મીડિયામાં એક અભીનેત્રિની બહુ ચર્ચા થઈ રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે બોલીવૂડમાં ન સુપર સ્ટાર સલમાન ખાન સાથે જે અભિનેત્રીઓ કામ કરે છે તેને બોલીવૂડમાં એક નવી ઓળખ મળી જાય છે.

એક્ટર સલમાન ખાનની ફિલ્મ વીરગતિમાં મુખ્ય કિરદાર ભજવનાર એક્ટ્રેસ પૂજા ડડવાલ હાલની આર્થિક પરિસ્થ્તિઓ બહુ ખરાબ છે. એક સમયની લોકપ્રિય હીરોઇન ગરીબીમાં જીવન પસાર કરી રહી છે. તમને જાણીને નવાઈ પણ લાગશે અને તેની આ હાલત પર દયા પણ આવશે. કારણ કે  ગયા વર્ષે તે ટીબી જેવી ગંભીર બીમારી થઈ ગઈ હતી. તે આર્થિક રીતે ત પૂજાની પાસે સારવાર કરાવવા માટે પૈસા નહોતા, ત્યારે એ સમયે  સલમાન ખાને 9-10 મહિના સુધી તેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો. જ્યારે તે પૂરી રીતે ઠીક થઈ ગઈ તો તેણે પોતાના ખર્ચેથી ગોવાના રેન્ટલ હાઉસમાં શિફ્ટ પણ કરી.

Image result for pooja dadwal instagram

નવભારત ટાઈમ્સના રિપોર્ટ  દ્વારા જાણવા મળ્યું છે કે પૂજાની ખરાબ સ્થિતિ જોઈને ડાયરેક્ટર અનીઝ બઝમી ચોંકી ગયા અને તેમણે પોતાની આગામી ફિલ્મમાં પૂજાને તક આપવાની વાત કરી. એ પણ જાણવા મળ્યું છે કે  અનીસ બઝમીએ કહ્યું કે, ‘જ્યાં સુધી સલમાન ખાન દ્વારા મદદ કરવાની વાત છે તો આપને જણાવી દઉ કે તે ચૂપચાપ લોકોની મદદ કરવામાં માને છે, તેને આ બાબતે કોઈ પબ્લિસિટી નથી જોઈતી.

Image result for pooja dadwal

અત્યારે  પૂજાની હાલત સારી છે પરંતુ તેની પાસે કોઈ કામ નથી. લગભગ 20 વર્ષ પહેલા ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી ચૂકેલી પૂજા હવે ફરી એકવાર બોલીવૂડમાં પાછી ફરવા માંગે છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે તે ક્યારે બોલીવૂડમાં પાછું આગમન કરે છે.

 

 

 

 

 

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!