એશિયન ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં ભારતનું નેતૃત્વ કરશે સૌરાષ્ટ્રનો આ તરુણ ખેલાડી…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણાં ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય કે, રાજકોટ શહેરનો 16 વર્ષીય કૃણાલ હરેશગીરી ગૌસ્વામીએ એશિયન એન્ડ સાઉથ એશિયન ટ્રાયથલોન ચેમ્પ્યનશિપ માટે ભારતીય ટિમનું નેતૃત્વ કરશે. કૃણાલ આગામી 27 એપ્રિલના રોજ નેપાળ ખાતે યોજવામાં આવેલ એશિયન ચેમ્પિયનશીપમાં તેઓ ઓપન કેટેગરીમાં ભાગ લેશે. ત્યારે આપણાં માટે આ એક ગૌરવની વાત કહી શકાય. કૃણાલ એક માત્ર ભારતીય છે, જે આ ચેમ્પિયનશીપમાં ભારતનું નેતૃત્વ કરશે. Krunal Gowshami

Krunal Gowshami

ઇનોવેટિવ સ્કૂલમાં ધો.10માં આભ્યાસ કરતાં કૃણાલે ગાંધીનગરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ટ્રાયથલોન ચેમ્પિયનશિપમાં ઉમદું પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો અને ત્યારબાદ તેની પસંદગી ગુજરાત ટીમમાં થઇ હતી. આ પહેલા કૃણાલે રાષ્ટ્રીય કક્ષાની ચેન્નઇમાં યોજાયેલી એક્વાથલોન ચેમ્પિયનશિપમાં પણ તેનું કૌશલ્ય બતાવી સ્વિમિંગ, રનિંગ 22 મિનિટ અને 24 સેકન્ડમાં પૂરું કરી બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્ય તેમજ શહેરનું નામ રોશન કર્યું હતું. કૃણાલે રાજ્યકક્ષાની એક્વાથલોન સ્પર્ધામાં સતત બે વર્ષ ગોલ્ડ મેડલ મેળવી નાની ઉંમરમાં તેની ક્ષમતાનો પરિચય આપ્યો છે. સ્વિમિંગની સાથે રનિંગ તેમજ સાઇકલિંગ કરવાની આ સ્પર્ધામાં કૃણાલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો છે.

આમ ફરી એકવાર કૃણાલ ભારતનું નેતૃત્વ કરશે અને આ ચેમ્પિયનશીપમાં તેનું કૌશલ્ય બતાવીને ભારતનું ગૌરવ વધારશે. આ ચેમ્પિયનશીપને લઈને કૃણાલ રાત-દિવસ મહેનત કરી રહ્યો છે. કૃણાલ ગૌસ્વામીએ કહ્યું કે, આ એશિયન ચેમ્પિયનશિપમાં માત્ર ઓપન કેટેગરીની જ સ્પર્ધા હોવાથી કોઇ વયમર્યાદા હોતી નથી. જેને કારણે સ્પર્ધા બહુ મુશ્કેલી ભરેલી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તક મળી છે એટલે જરૂર તેમાં મહેનત કરીશ. ટ્રાયથલોન સ્પર્ધામાં પ્રથમ 700મી. સ્વિમિંગ, 20 કિ.મી.સાઇક્લિંગ અને ત્યારબાદ 5 કિ.મી.રનિંગ કરવાનું હોય છે. આ સ્પર્ધા નેપાળમાં યોજાવાની છે. તેમાં સફળતા મેળવવા કોચ બંકિમ જોષીના માર્ગદર્શન હેઠળ રોજ 6 કલાકની પ્રેક્ટિસ કરું છું.

કૃણાલએ મેળવેલી સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આગામી કોમ્પિટિશન માટે ગૂડ લક…

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!