કસોટીની કોમોલિકા ગુજરાતમાં બનતી આ સ્પેશિયલ સાડી માટે ચૂકવશે લાખો રૂપિયા ! જાણો શા માટે આમનાએ ગુજરાતની આ સાડી ખરીદી…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગુજરાત દેશભરમાં વખણાય છે, ત્યારે હાલમાં ટેલિવૂડની એક એક્ટ્રેસએ ગુજરાતની સૌથી લોકપ્રિય સાડી માટે એટલા પૈસા ખર્ચ્યા કે તમે જાણીને ચોકી જશો. વાત જાણે એમ છે કે એકતા કપૂરની સિરિયલ કસોટીથી કમબેક કરનાર આમના શરીફને ગુજરાતી સાડી પહેરાનું મન થયું છે, ત્યારે તેને માત્ર એક સાડી ખરીદવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એક્ટ્રેસ આમના શરીફ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની સાથે વાત-ચિત દરમિયાન તેને કહ્યું હતું કે પોતાને એક સ્પેશિયલ ગિફ્ટ આપવા માગે છે અને આ ગિફ્ટ તેને ગુજરાતથી મગાવી છે. ઘણા સમયથી તે પોતાના માટે કોઈ ખાસ ગિફ્ટની શોધમાં હતી ત્યારે તેની નજર એક સાડી પર અટકી છે. તેણે હાલમાં જ પોતાની ફ્રેન્ડ પાસેથી માત્ર ગુજરાતમાં જ બનતી ‘ઘરચોળા સાડી’ વિશે સાંભળ્યું હતું અને બસ પછી તેને સાડી પ્રત્યે પ્રેમ આવી ગયો છે.

આમનાએ હાથબનાવટની ઘરચોળા સાડી ખરીદવા માટે તેને પૈસા ખર્ચવામાં પણ ચિંતા નથી કરી. આ સાડી તેને ત્યારે પસંદ આવી ગઈ જ્યારે આમના શરીફને ‘નવરાત્રી દરમિયાન તેની ખાસ ફ્રેન્ડને આ સાડી વિશે વાત કરતાં સાંભળી હતી અને મેં તેના ફોટો પણ જોયા. ફોટોમાં સાડી જોતાની સાથે જ તે મને ગમી ગઈ. ત્યાર પછી આમના નક્કી કર્યું મને હવે આ સાડી ખરીદવી છે’. આ સાડી ખરીદવા માટે તે એક લાખ રૂપિયા ચૂકવશે.

હાલમાં જો આમનાની વર્કની વાત કરીએ તો તે કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકાનો રોલ પ્લે કરી રહી છે. કોમોલિકાનો રોલ એક આઈકોનિક રોલ છે. આ રોલને ઉર્વશી ધોળકિયા અને હિના ખાન પહેલા ભજવી ચૂક્યા છે. હવે કોમોલિકાના પાત્ર તરીકે હવે આમનાએ એન્ટ્રી કરી છે. લોકોના દિલ અને દિમાગમાં હિના ખાનને પોતાની જ્ગ્યા બનાવી લીધી હતી કોમોલિકા તરીકે પણ હવે તેને રિપ્લેસ કરીને આમનાએ શોમાં એન્ટ્રી લીધી હોવા છતાં આમના દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે.

 

View this post on Instagram

 

shot by @subisamuel makeup @makeupbyreshmerchant hair @zoeyquinny.hair

A post shared by aamna sharif (@aamnasharifofficial) on

હવે કોમોલિકા તરીકે લોકોએ તને સ્વીકારી લીધી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મિસ્ટર બજાજ તરીકે પણ આ શોમાં એક નવો ચહેરો જોવા મળશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે શું એક્તાની કસોટી ખરેખર લોકોના દિલમાં ફરીથી જ્ગ્યા બનાવી શકશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!