કોલકતા નાઇટ્સ! ( પાર્ટ-03) એક અનોખી કહાની

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

કોલકતામાં આવ્યાં પછી સારંગીની જિંદગી આચનક જ બદલાઇ ગઈ, સુજોતા ઘોષ તરીકે તેને એક નવી જિદગી જીવવાની શરૂ કરી દીધી હતી. કબીરની પત્ની તરીકે તે ખુશ હતી, અવંતિકાના લીધે રાજ અને સારંગી અલગ થયા. રાજ પણ પોતાની જિંદગીમાં ઘણો આગળ થઈ ગયો હતો અને તેને કોલકતાની હવેલી અવંતિકાને સોંપીને ગુજરાત ચાલ્યો ગયો.

Image result for kolkata women  traditional

અવંતિકા અને રાજનું ભૂતકાળ એ બંને જાણતા હતા! અવંતિકા હવે કબીર અને સારંગી સાથે જ રહેવા લાગી હતી. કબીર અને સુજોતા બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતાં, પરંતુ અવંતિકા કબીરને સુજોતાંથી દૂર રાખવાની કોશીશમાં જ રહેતી. આખરે સુજોતાંએ અવંતિકાથી છૂટકારો મેળવવા એક નિર્ણય લીધો.

Image result for bengali serial

‘સુજોતા! ક્યાં જવાની તૈયારીઓ ચાલી રહી છે?’ અવંતિકાએ સુજોતાને પૂછ્યું. ત્યારે સુજોતાએ કહ્યું “હું અને  કબીર કોલકતા છોડીને ગુજરાત જઇ રહ્યાં છીએ. અવંતિકાના ચહેરાના હાવ-ભાવ અચાનક બદલાઇ ગયાં. અવંતિકા જ્યારે આ વાત જાણે છે કે કબીર તેની સાથે રમત રમી રહ્યો છે, ત્યારે તે કબીરે પાસે જાય છે.

Image result for bengali serial

‘કબીર તું મને છોડીને જવાનું વિચારી રહ્યો છો? એ વાત ન ભૂલ કે જે સુજોતાના લીધે તું મને છોડી રહ્યો છે, એ સુજોતાની હકીકત તો તું જાણે છે! આપણે રાજ અને સારંગીને એટલા માટે અલગ કર્યા કે આપણું મકશદ પૂરું થાય, મે તને સારંગીની સાથે પ્રેમ કરવાનું નાટક કરવાનું કહ્યું હતું, તેના પ્રેમમાં પડવાનું નહીં. તું જાણે છે કે હવે માત્ર 20 દિવસ રહ્યાં છે આપણી પાસે. “ નાગમણી “ હાંસિલ કરવાના.’

Image result for horror temple

‘આ 20 દિવસની અંદર જો નાગમણી ન મળી તો આપણે ફરીથી 100 વર્ષ સુધીની રાહ જોવી પડશે! તું જાણે છે સારંગી વિના આપણે નાગમણીને હાંસિલ નથી કરી શકવાના. જ્યાં સુધી સારંગી જીવિત છે,ત્યાં સુધી તું અને હું બંને સુરક્ષિત છીએ, એ વાત ન ભૂલ.’અવંતિકાના કહેવાથી કબીરે ગુજરાત જવાનું કેન્સલ કર્યું. અવંતિકાના કહેવાથી કબીર અને સુજોતાં ફરિથી એજ હવેલીમાં રહેવા ગયાં જ્યાં રાજનું ભૂતકાળ છુપાયેલું હતું.

હવે શરૂ થવા જઇ રહી હતી “અનહોની“ની શરૂઆત… ( ગુજરાત ) “દ્વારકેશ ભવન”

Image result for balk saree horror women

કાળા રંગની સાડીમાં છૂટા છવાયેલા વાળ, કપાળમાં લાલ કાળા રંગનો ચાંદલો. હોઠ પર લાલ રંગ તેની ખૂબસુરતીને નિખારી રહી હતી. કિન્નર હોવા છતાં પણ “કાલિંદી”ની દ્રારનગરની મહારાણી તરીકેની ઓળખ હતી. આજે ભવનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્રારનગરની તમામ વિધવા યુવતીઓની સાસુઓ અને માને બોલાવવામાં આવી હતી.

Image result for tawaif madhuri

આ સભામાં સાવિત્રી બહેન પણ હાજર હતાં. કાલિંદી તેના દત્તક દીકરા રાજ માટે એક યુવતી શોધી રહી હતી.જ્યારે સાવિત્રીબેનની વહુ કોમલનો ફોટો જોયો ત્યારે કાલિંદી ચોંકી ગઈ. સાવિત્રીબેનને પૂછ્યું “તમારી વહુનું નામ શું છે?”સાવિત્રીબેન જ્યારે બોલ્યા ત્યારે કાલિંદીને વિશ્વાસ નોહતો આવી રહ્યો કે આવું બની જ કઈ રીતે શકે. 25 વર્ષ પહેલા કોલકતાના કોઠાની તવાઇફ “કામ્યાબાસુ”ની હત્યા કાલિંદીએ પોતાનાં હાથે જ કરી હતી. એ જ આજે અહિયાં ગુજરાતમાં કોમલના નામથી જીવે છે…..

વધુ આવતાં ભાગમાં…

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!