રસોઈની મહારાણી કહેવાતી દરેક ગૃહિણીઓ માટે અત્યંત ઉપયોગી કિચન ટિપ્સ

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સારી અને સ્વાદિષ્ટ રસોઈ બનાવવી એ તો એક કળા છે. દરેક ગૃહિણી ઈચ્છે છે કે, પોતાની રસોઈ અને રસોડુ સંભાળવાની કળાથી ઘરના સભ્યોનું દિલ જીતી લે. વર્કિંગ વુમન હોવા છતાં તે પરિવાર માટે રસોઈ કરવામાં ગૌરવ અનુભવે છે. અહીં અમુક કિચન ટિપ્સ આપી છે જે તમને રોજિંદા જીવનમાં ખૂબજ ઉપયોગી થશે…

 • રવાના લાડુ બનાવતી વખતે માવાને બદલે દૂધનો પાવડર મિક્સ કરી દો. આનાથી લાડુનો સ્વાદમાં ડબલ વધારો થશે.
 • શાકભાજીને અનેક દિવસો સુધી તાજી રાખવા માટે તેને ફ્રિઝમાં મુકતા પહેલા છાપામાં લપેટી દો.
 • ઢોંસા બનાવતા પહેલા તેના મિશ્રણમાં બે મોટી ચમચી બાફેલા ચોખા મિક્સ કરી દો. આનાથી તે તવા પર ચોંટશે નહિં.
 • ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહીં થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે.
 • દાળ-ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો આવે તો તેમાં થોડું ઘી અથવા તેલ નાખવાથી ઊભરો બેસી જશે.
 • સરગવાની શીંગને પ્લાસ્ટિક બેગમાં મૂકી ફ્રિજમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહે છે.
 • ઈડલી ઢોસાનું ખીરું પાતળું થઈ ગયુ હોય તો તેમાં જોતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે.

 • અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ થશે.
 • ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા અને જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.
 • બટેટાની છાલ કાઢી તેમાં કાંટા(ફોર્ક)થી કાણા પાડી તેને મીઠાવાળા પાણીમાં બોળીને ઉપયગો કરવાથી દમ આલુ સારા બનશે.
 • લસણને થોડું ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે.

 • ખાંડમાં કીડી ન આવે તે માટે તેની બરણીમાં 4-5 લવિંગ રાખવા.
 • રોટલીના લોટમાં દહી નાંખીને બાંધવાથી રોટલીનો સ્વાદ સારો આવશે અને રોટલી નરમ બનશે.
 • કેકમાં ડ્રાયફ્રુટ્સ નાંખતા પહેલા તેને મેંદામાં રગદોળીને ઉમેરવાથી તે કેકમાં ચોંટી નહીં જાય. તે અલગ જ રહેશે.
 • મહિનામાં એકવખત મિક્સર-ગ્રાઈન્ડરમાં મીઠુ નાંખીને તેને ચલાવી લેવું. જેથી બ્લેડની ધાર તેજ થશે.

 • પનીરને બ્લોટીંગ પેપરમાં વીંટાળીને ફ્રિજમાં રાખવાથી તે લાંબો સમય તાજા રહેશે.
 • બટેટાના સ્ટફ્ડ પરોઠા બનાવો ત્યારે તેના માવામાં થોડી કસુરી મેથી નાંખવાથી તેનો સ્વાદ કંઈક અલગ જ આવશે.
 • લોટના ડબ્બામાં તમાલપત્ર રાખવાથી ભેજ લાગશે નહીં અને લોટ લાંબો સમય સુધી તાજો રહેશે.
 • મગની દાળના મિશ્રણમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી પુડલા બનાવવાથી તે કરકરા બનશે.

 • શાક અથવા દાળમાં મીઠું વધુ પડી ગયુ હોય તો, કાચા બટેટાની સ્લાઈસ નાંખીને થોડીવાર ઉકાળવું. ખારાશ ઘટી જશે.
 • શાકનો વઘાર કરતી વખતે તેલમાં પહેલા હળદર નાંખો તેલના છાંટા ઓછા ઉડશે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!