એકતા કપૂરએ કહ્યું “ક્યોંકી સાસ ભી કભી બહુ થી”, શું ફરીથી કાંઈ નવું આવશે? જાણો વિગતો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

એકતા કપૂરએ ટેલીવિઝનની દુનિયા જ બદલી નાખી છે, એકતા કપુરનું નામ આવે એટલે સૌ કોઈને તેની  રિયાલીટી શો યાદ આવી જાય , કારણ કે એકતા કપૂરે ટેલિવૂડમાં એકથી એક સિરિયલો આપી છે, જે  આજે પણ દર્શકોને યાદ છે.  હાલમાં એકતા કપૂરે તેના ઇનસ્ટા પર એક પોસ્ટ શેર કરી છે, જેનાથી તે ખૂબ ચર્ચામાં છે.

એકતા કપૂરની સૌથી લોકપ્રિય સિરિયલો “ કહાની ઘર ઘર કી “ અને  ક્યુકી સાસ ભી કભી બહુથી “ કસોટી જિંદગી કી” આ ત્રણ એવી સિરિયલો છે જેને આજે પણ કોઈ નથી ભૂલી શકવાનું કારણ કે આ સિરિયલના પાત્રો લોકોના દિલો અને દીમાંગમાં  પોતાની એક જગ્યા બનાવી લીધી છે. આ સિરિયલ લોકોને આજે પણ  એટલી પસંદ કરે છે, આ જ કારણેથી તો એકતાએ સ્ટાર પ્લસ પર ફરી એકવાર  “ કસોટી જિંદગી કી 2 “  સિક્વલ  ફરી લોન્ચ કરી છે અને હાલમાં ટીઆરપીલિસ્ટમાં પણ ટોપમાં છે.

હાલમાં એકતા કપૂરે પોતાની બેસ્ટ ફ્રેન્ડ માટે ઇનસ્ટા પર એક પોસ્ટ શેર કરી છે. લોકસભાની 2019 ઇલેક્શનનું  રિઝલ્ટ સામે આવ્યું છે ત્યારે  એકતા કપૂરે એક જૂની યાદગર પળોની શેર કરી છે. એકતા કપૂરની આ ફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ “ તુલશી  વિરાણી “ હા ! ક્યુકી સાસભી કભી બહુથી લોકપ્રિય થયેલી  અભિનેત્રી  સુમૃતિ ઈરાનીને  અમેઠીની  સીટ પરથી વિજય મળ્યા બાદ તેની જૂની યાદગાર  તસવીર  શેર કરી હતી.

ઇનસ્ટાના કેપ્શન પર સ્મૂર્તીની સૌથી લોકપ્રિય બનેલી સિરિયલ “ ક્યુકી સાસ ભી કભી બહુ થી “ નું ટાઇટલ સોંગ.

‘ રિશ્તો કે ભી રૂપ બદલતે  હૈ , નઇ-નઇ સાંચે મે  ઢ્લતે હૈ.  એક પીઢી આતી હૈ, એક પીઢી જાતી હૈ……બનતી કહાની નઇ… ક્યુકી સાસ ભી…..

આ સોંગ સાથે એકતાએ  સ્મૂર્તી  ઈરાની તસવીર શેર કરી હતી.  એકસમયની  સૌથી લોકપ્રિય અભિનેત્રી જે ટેલિવૂડની ક્વિન કહેવાતી એવી સ્મૂર્તી આજે રાજનીતિમાં ગયા બાદ અમેઠીની  ક્વીન બનતા તેને  અભિનદન પાઠવ્યું હતું. ખાસ વાત એ છે કે એકતા કપૂરે  પરિણામો આવ્ય પહેલા આ તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેને સ્મૂર્તી સાથે તેની જૂની યાદો અને આ સિરિયલને યાદ કરી હતી.  આ સાથે ઇનસ્ટા પર તેના દીકરાની  એક તસવીર શેર કરી છે જેમાં તે તેના ઘરની તસવીર છે.

View this post on Instagram

All eyes on #amethi we r rooting for our aunt

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

ક્યુકી સાસ ભી કભીથી સ્મૂતીએ ખૂબ લોક ચાહના મેળવી હતી આ શો પૂરો થયા બાદ તેને રાજનીતિમાં જંપલાવ્યું અને 2014માં લોકસભાની કેંડીનેટ મિનિસ્ટર બની હતી, હવે તે લોકસભાની સાંસદ પણ બની ગઈ છે , અમેઠીની આ જીત બદલ ટેલિવૂડથી લઈને બોલીવૂડ , રાજનેતાઑ , પ્રજાએ સૌ કોઈએ તેને  આ ભ્વય જીત બદલ અભિનદન પાઠવ્યું છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!