આ જન્મ કરેલા કર્મોને આધીન આવતાં જન્મમાં મળશે તમને આ અવતાર ! જાણો આવતા જન્મમાં તમને શેનો અવતાર મળશે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કરેલા કર્મોના ફળ આ ભવે જ ભોગવવા પડે છે. આ જન્મે કરેલા કર્મો અહીં જ ભોગવવા પડે છે એવું આપણે સાંભળતા હોય છે લોકો ના મોઢે પરંતુ આ વાત સાચી છે કારણ કે જેવા લોકો ના આ જન્મ ના કર્મ હશે તેવો તેવું જ ફળ પ્રાપ્ત થાય છે. કરેલા કર્મોના આધારે જ આપણો આગલ જન્મનું નક્કી થાય છે. ચાલો જાણીએ કે જન્મમાં કરેલા કર્મોના આધારે આપણા આગળના જન્મની યોની નક્કી થાય છે. આ જન્મમાં આપણાં જીવનમાં સુખ મળ્યું હશે તો માનવું કે પહેલાના જન્મમાં આપણે સારા કાર્યો કર્યા હશે જેનું પરિણામ આપણે મળ્યું છે.ગરુડ પુરાણ અનુસાર મનુષ્ય યોની દરેક યોની માંથી સર્વશ્રેષ્ઠ યોની માનવામાં આવે છે.

Related image

મનુષ્ય યોનીમાં આવતા જ વ્યક્તિ ભૌતિક કર્મમાં લાગી જાય છે અને ભોગી બનતો જાય છે. જેના કારણે તેને મોક્ષ નથી મળતો અને ઘણી યોનિમાંથી પસાર થવું પડે છે.મહર્ષિ વ્યાસ ના પ્રમાણે મનુષ્ય યોની કર્મોના આધારે નક્કી થાય છે. તેને આગળ જણાવતા અમુક ઉદાહરણો પણ આપે છે કેવા કર્મો કરવાથી કંઈ યોની મળે છે. તો ચાલો જાણીએ કે કર્મોના આધારે આગલા જન્મમાં શું બનવું પડે છે તેની રોચક જાણકારી.

Image result for nark

મિત્રો મહર્ષિ વ્યાસે પોતાના ગ્રંથો માં સૂચિત કર્યું છે કે કલયુગ માં જે મનુષ્ય પારકી સ્ત્રી સાથે સંબંધ રાખે છે તેને ખુબ ભયાનક નર્કમાં જવું પડે છે, દંડ ભોગવવા પડે છે, તેમજ ઘણી યાતનાઓ અને વેદનાઓ તેમજ પીડા અને દુઃખો સહન કરવા પડે છે. એક પછી એક ઘણા જન્મ લેવા પડે છે અને અનેક યોનિમાંથી પસાર થઈને તે યોનીમાં પણ પીડા સહન કરવી પડે છે,પારકી નારી સાથેના તેના સંબંધ ના કારણે તે મનુષ્યને પ્રથમ ભેડીયાની યોનીમાં જન્મ મળે છે, ત્યાર બાદ કુતરાની, પછી સાપ અને ત્યાર બાદ કાગડો. આવી રીતે અનેક યોનિમાંથી પસાર થતા થતા અંતે બગલાની યોનીમાં જન્મ લેવો પડે છે. અનેક યોનીમાં જન્મીને યાતનાઓ સહન કર્યા બાદ મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે.

Image result for nark

જે માણસ આ જન્મ માં પોતાના માતા પિતાનું અપમાન કરે છે તેને કુચ નામના પક્ષીની યોનીમાં જન્મ લેવો પડે છે અને જો તેના પર ભગવાનની કૃપા થાય તો તેને આગળના જન્મમાં ફરી પાછી મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે.જે માણસ આ જન્મ માં કોઈ શસ્ત્ર વડે સામેના વ્યક્તિ નો જીવ લે છે તેને ગધેડાની યોની ત્યાર બાદ મૃગ અને માછલી જેવી યોનીઓ પ્રાપ્ત થાય છે અને તેમનું મૃત્યુ પણ શસ્ત્ર દ્વારા જ થાય છે.લાલચી અને સોનાની ચોરી કરનાર માણસ ને કીડા મકોડાનો અવતાર મળે છે. તેમજ જે લોકો ચાંદીની ચોરી કરે છે તે આગલા જન્મમાં કબુતર બને છે અને જે લોકો વસ્ત્રોની ચોરી કરે છે તેને પોપટની યોની મળે છે. જે લોકો સુગંધિત પદાર્થો વગેરેની ચોરી કરે છે તેને છછુંદરની યોની પ્રાપ્ત થાય છે.

Image result for  nark
જે માણસ તેના દેવતાઓ અને પિતૃને સંતુષ્ટ કરતાં નથી જેના કારણે તેને ૧૦૦ વર્ષ સુધી કાગડાની યોનીમાં રહે છે. માટે જ કહેવાય છે કે શ્રાધ કરતી વખતે કાગડાને અવશ્ય ખવડાવવું જોઈએ જેથી મૃત્યુગણને શાંતિ પ્રાપ્ત થાય અને જો આ ન કરવામાં આવે તો આગળનો જન્મ કાગડાનો આવે છે. ત્યાર બાદ કુકડો અને ત્યાર બાદ એક મહિના સુધી સાપનો અવતાર આવે છે ત્યાર બાદ તેના પાપનો અંત થયા બાદ ફરી મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!