સપના સાકાર કરવા માટે ‘પંગા’ જોવાની જરૂર છે! પરિવારની વિપરિત પરિસ્થિતિઓથી ઉપર ઉઠીને સપના પૂરા કરવાની વાત.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

બોલીવૂડમાં કંગનનું નામ ખૂબ જ ચર્ચામાં રહે છે, લોકો તેને તેની એક્ટિંગથી ઓળખે છે! તેને બોલીવૂડ ઘણી યાદગાર ફિલ્મો આપી છે, જેમાં તે મુખ્ય કિરદારમાં જોવા મળી છે. કંગનાએ 2006માં બોલીવૂડમાં ડેબ્યું કર્યું હતું. જેમાં તેની પહેલી ફિલ્મથી તેને ખૂબ જ લોકપ્રિયતા હાંસિલ કરી. ફિલ્મ ગેંગસ્ટરમાં માટે તેને Global Indian Film Awards માં Best Female Debut એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

બસ ત્યાર પછી કંગનાએ પાછળ ફરીને જોયું જ નથી! ત્યારે હાલમાં કંગનાની ફિલ્મ પંગા રીલીઝ થઈ છે, જેમાં તેને એક હાઉસવાઈફ અને ક્બડી પ્લેયરના કિરદારમાં જોવા મળી છે! કંગનાની દરેક ફિલ્મો ભલે બોક્સ ઓફિસ પર શાનદાર ન રહી હોય પરંતુ કંગનાની એક્ટિંગમાં તેને 100માંથી 101 માર્ક આપવા પડે. ફિલ્મ ક્વિન હોય કે તનું વેડ્સ મનું ! દરેક કિરદારમાં તે ખૂબ સુંદર અભિનય કરે છે.

ચાલો ત્યારે જાણીએ ફિલ્મ પ્ંગામાં કંગનાની ભૂમિકા શું છે અને આ ફિલ્મ શું ખરેખર દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે !

ડિરેક્ટર અશ્વિની ઐય્યરની આ ફિલ્મ ઘણી જ સુંદર છે. અશ્વિની સ્ટાઈલમાં બનેલી આ ફિલ્મમાં ઈમોશન, વુમન એમ્પાવરમેન્ટ તથા પરિવારની વિપરિત પરિસ્થિતિઓથી ઉપર ઉઠીને એક મહિલાના સપના પૂરી કરવાની વાત કહેવામાં આવી છે. ફિલ્મની વાર્તા ઘણી જ સરળ છે. ફિલ્મમાં ભોપાલની જયા (કંગના રનૌત) કબડ્ડીમાં અવ્વલ છે, જેને કારણે તેને રેલવેમાં નોકરી મળી જાય છે. અહીંયા તે પ્રશાંત શ્રીવાસ્તવ (જસ્સી ગિલ)ના પ્રેમમાં પડે છે અને પછી લગ્ન કરે છે. તેમના જીવનમાં દીકરા આદિ સચદેવા (યજ્ઞ ભસિન)નું આગમન છે. પતિ તથા દીકરા માટે જયા પોતાના સપનાઓને અધૂરા મૂકે છે. જોકે, સાત વર્ષ બાદ જયા પોતાના સપના પૂરા કરવા ઈચ્છે છે. આ સમયે તેનો પતિ તથા દીકરો પૂરતો સાથ આપે છે. જયાનું સપનું કેવી રીતે અને ક્યારે પૂરું થાય છે, તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.


ફિલ્મમાં કંગના રનૌતની આંખમાંથી વહેતા આંસુ કરતાં યજ્ઞ તથા જસ્સી ગિલના અસરકારક સંવાદોથી દર્શકો વધુ ભાવુક થઈ જાય છે. તેમજ અહેસાન-લોયનું સંગીત કર્ણપ્રિય છે. પરિસ્થિતિ પ્રમાણેના ગીતો ‘દિલ ને કહા…’, ‘જુગુનૂ….’ તથા ટાઈટલ ટ્રેક સાંભળવા ગમે તેવા છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!