ભારતની આ દીકરીએ કર્યું અશક્યને શક્ય, અને બની ગઈ એક મિશાલ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

કલ્પના ચાવલા અંતરિક્ષમાં પહોંચવાવાળી પ્રથમ ભારતીય મહિલા છે, તેમણે અશક્ય કામને શક્ય બનાવી દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે તેમના જીવનમાં ઘણી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. કલ્પનાએ ન માત્ર તેમની કલ્પનાને સાકર કરી પરંતુ દુનિયાને એક અલગ ઓળખાણ પણ બનાવી છે. એક પંજાબી હિન્દુ કુટુંબ સાથે સંબંધ ધરાવતી કલ્પના ચાવલાનો જન્મ હરિયાણાના કરનાલ ગામમાં 17, માર્ચ, 1962ના રોજ થયો હતો. કલ્પનાના પિતાનું નામ બનારસી લાલ ચાવલા અને માતાનું સંજયોતિ હતું.kalpana chawla

kalpana chawla

કલ્પના બાળપણથી જ ઉંચે ઊડવાના સપના જોતી હતી. તેઓ તેમના પરિવારના ચાર ભાઈ-બહેનોમાંથી સૌથી નાના હતા. ઘરમાં દરેક વ્યક્તિઓ તેને મોન્ટુ કહીને બોલાવતા. કલ્પના ચાવલાનું પ્રારંભિક શિક્ષણ ટાગોર સ્કુલ ઑફ કરનાલમાં થયું.

Related image

કલ્પનાએ 1982 માં ચંદીગઢ એન્જિનીયરીંગ કોલેજમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગ ડિગ્રી અને 1984 માં ટેક્સાસ યુનિવર્સિટી માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી હતી. 1988 માં તેમણે નાસા માટે કામ કરવાનું શરૂ કર્યું.

કલ્પના જેઆરડી ટાટા (જે ભારતના અગ્રણી પાયલોટ અને ઉદ્યોગપતિ હતા) દ્વારા પ્રભાવિત અને પ્રેરિત હતી. 1995 માંનાસાએ અવકાશ યાત્રા માટે કલ્પના ચાવલાને પસંદ કરી. તેમણે સ્પેસ એસટીએસ 87 કોલમ્બિયા શટલની પ્રથમ ફ્લાઇટ પૂર્ણ કરી. તેનો સમયગાળો નવેમ્બર 19, 1997 થી ડિસેમ્બર 5, 1997 હતો.અવકાશની પ્રથમ મુલાકાત દરમિયાન, તેમણે અવકાશમાં 372 કલાક ગાળ્યા અને પૃથ્વીની 252 ભ્રમણકક્ષા પૂર્ણ કરી.

હરિયાણાના નાનકડા ગામ કરનાલની એક છોકરી ભવિષ્યમાં અંતરિક્ષમાં ઉડશે તેવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. પરંતુ કલ્પનાએ તેના સપનાને સાચા કરી બતાવ્યા અને આકાશમાં ઉડાન ભરી.

કલ્પનાની બીજી અને અંતિમ ફ્લાઇટ 16 જાન્યુઆરી, 2003 ના રોજ સ્પેસ શટલ કોલંબિયા સાથે શરૂ થઈ. તે 16 દિવસનો અવકાશ પ્રવાસ સંપૂર્ણપણે વિજ્ઞાન અને સંશોધન પર આધારિત હતો.

Image result for kalpana chawla

આ મિશનમાંઅવકાશયાત્રીઓએ 2 દિવસ માટે કામ કર્યું હતું અને 80 પરીક્ષણો અને પ્રયોગો હાથ ધર્યા હતા, પરંતુ 01, ફેબ્રુઆરી,2003 ના રોજ કોલંબિયા સ્પેસ શટલ લેંડિંગ પહેલાં જ ક્રેશ થઇ ગયું અને કલ્પના સાથેના તમામ છ અવકાશયાત્રીઓનું અવસાન થયું હતું.કલ્પના આજે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ તે આપણા બધા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

#TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!