કુતરાઓનું ધ્યાન રાખવા માટે મળશે 29 લાખ રૂપિયા ! નોકરી મેળવવા માટે આ લાયકાત હોવી જરૂરી…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સોશીયલ મીડિયામાં અવાર-નવાર એવી ખબરો આવતી હોય જેનાં લીધે આપણે પણ વિચારમાં પડી જાયે કે શું ખરેખર આવું હશે ! હાલમાં સોશીયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે, જેના લીધે સૌ કોઈ તેની ચર્ચા કરી રહ્યા છે, જ્યારે તમે પણ આ નોકરી વિશે જાણશો ત્યારે તમને પણ ઈચ્છા થશે કે આ નોકરી મને મળી જાય તો લાઈફ સેટ થઈ જાય! હાલમાં લંડનના નાઈટ્સબ્રિજમાં રહેતા કપલે એક એવી નોકરી બહાર પાડી છે કે લોકો જાણીને ચોંકી ગયા છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ કપલ કામના અર્થે મોટાભાગે ઘરની બહાર જ રહે છે ત્યારે આ કપલ એક એવા વ્યક્તિની શોધ કરી રહ્યાં છે જે તેમના બે ગોલ્ડન રિટ્રીવર ડૉગ્સની દેખભાળ રાખી શેક અને આ તેમણે એક ઓનલાઈન વેબસાઇટ પર આ પોસ્ટ મૂકી જેનાં કારણે હાલમાં સૌ કોઈ આ નોકરી વિશે ચર્ચા કરી રહ્યાં છે. આ નોકરીનો પગાર જાણીને તમે પણ ચોંકી જશો 30થી 32 હજાર પાઉન્ડ્સ (આશરે 29 લાખ રૂપિયા)નો પગાર ચૂકવવા તૈયાર છે. જે વ્યક્તિને આ નૉકરી મળશે તેને 6 માળના આલીશાન ઘરમાં પણ રહેવા મળશે.

આ બંને કૂતરાના નામ અનુક્રમે માઈલો અને ઑસ્કર છે. આ ફોટોગ્રાફ જોતા આ બંને કૂતરાઓ શાંત સ્વભાવના લાગી રહ્યા છે. આ કપલે Silver Swan Search નામની વેબસાઈટ પર નોકરીની જાહેરાત આપી છે. આ જાહેરાતમાં તેમણે જણાવ્યું છે કે તેઓ બંને કૂતરાની દેખભાળ માટે કેવા વ્યક્તિને શોધી રહ્યા છે.

આ નોકરી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે આ લાયકાત હોવી જરૂરી છે આ નોકરી માટે જરૂરી લાયકાતો અને શરતો પણ રાખી છે, નોકરી માટે અરજી કરનાર ઉમેદવારે અગાઉ પણ કૂતરાની દેખભાળનું કામ કર્યું હોય તે જરૂરી છે. આ સાથે જ હાઉસકિપિંગનો પણ સારો અનુભવ જરૂરી છે. તે વ્યક્તિ જમવાનું બનાવી શકતો હોય તો સારું અને આ વ્યક્તિ તંદુરસ્ત હોવાની સાથે-સાથે વિશ્વાસુ તેમજ મહેનતુ હોવો જોઈએ. કૂતરાનું ધ્યાન રાખવા માટેની આ નોકરીમાં અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાનું રહેશે, તે માટે 29 લાખ રૂપિયા કરતા વધારે પગાર મળશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!