જીવનું શિવ તરફ મહાપ્રયાણ, સતાધારના મહંતશ્રી જીવરાજબાપુનો દેહવિલય

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સતાધાર એટલે આપાગિગાનો ઓટલો, જ્યાં ભૂખ્યાને ભોજન મળે, નિરાધારને આસરો મળે. સંત સુરાની આ પાવનભૂમિ પર આપાગિગા પછી ઘણા સંતો મહંત પદે બીરાજમાન થયા. જેઓએ સતાધારની મૂળ પંરપરાને જાળવી રાખી. ત્યારે શામજીબાપુ પછી જીવરાજબાપુને સતાધારાની ધુરા હાથમાં સોપી. બાળપણથી જ જીવરાજબાપુ સતાધારમાં રહેલા. મહંત પદ સ્વીકાર્યા બાદ બાપુએ પોતાનું જીવન માત્રને માત્ર સેવામાં સર્મપિત કરી દીધું હતું.

source -internet
source -internet

શામજીબાપુએ જીવરાજબાપુને જે ધુરા સોપી ત્યારબાદ 35 વર્ષ સુધી તેઓએ સેવા સદાવ્રત ચાલુ રાખ્યું. તેમનું જીવન એકમ સરળ હતું, સ્વભાવ પણ તેમનો નિર્મળ હતો. મુખારવિંદ પર હંમેશા સ્મિત રહેતું, ક્યારેય પણ ગુસ્સો ના કરતાં અને જે પણ ભક્તો આવતા તેમને તેઓ પ્રેમથી આવકાર આપતા અને એવું કહેતા કે,‘આવો બાપા, જમો..!’ સતાધાર તો સૌરાસ્ટ્રની પાવન ભૂમિ છે, જ્યાં સંતનો વાસ છે, જ્યાં માત્ર એક અવાજ ગુજે માત્ર સેવા.

source -internet
source -internet

આ પાવનભૂમિના મહંત જીવરાજબાપુએ તા.19મી ઓગસ્ટની રાત્રિએ 10 વાગ્યે દેહલોક તરફ પ્રયાણ  કર્યું, ત્યારે સતાધાર સૂનુંસૂનું થઇ ગયું. જીવરાજબાપુ આ જગ્યાના મહંત હોવા છતાં પણ તેઓ સાદું જીવન જીવતા. ક્યારેય પણ મોટાઈ અને માન સન્માનની ઈચ્છા રાખીને મહંત પદનો ગેરલાભ નથી ઉઠાવ્યો. પોતે મહંત હોવા છતાં જમીન પર સૂઈ જતાં. યાત્રિકો માટે તેઓએ એસીની પણ સુવિધા રાખેલી, પરંતુ તેઓએ ક્યારેય પણ પોતાના રૂમમાં પણ  પંખો પણ ચાલુ નથી કર્યો.

source -internet

જીવરાજબાપુ બાળપણથી લઈને અંત સુધી પોતાનું જીવન આ સતાધારમાં વિતાવ્યું છે, ત્યારે હવે અંતિમ સમય બાદ પણ તેમની સમાધિ આ સ્થાન પર રાખવામાં આવશે. પૂજ્ય મહંતશ્રી જીવરાજબાપુના દેહ ત્યાગથી ભક્તો અને સંતો સમુદાયમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.  ત્રણ દાયકા સુધી બાપુએ આ પદે રહીને સતાધારનો વિકાસ કર્યો સાથોસાથ લાખો ભાવિ-ભક્તોની સેવા કરી તેમનું જીવન સાર્થક બનાવ્યું.

source -internet
source -internet

લાંબા સમયથી જીવરાજબાપુ બીમાર હતા અને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમયથી તેમને શ્વાસ લેવામાં તફલીક પડતી હતી અને તબિયત બહુ ખરાબ હતી. આથી મુખ્યમંત્રી ગત રવિવારે જ બાપુની ખબર પૂછવા માટે ગયેલા. ત્યારબાદ સોમવારની રાત્રે બાપુએ રાત્રે 10 વાગ્યે પોતાના પ્રાણ છોડ્યા. આજે સતાધારમાં પાલખી યાત્રા બાદ તેમને સમાધિ આપવામાં આવશે.

પૂજ્ય જીવરાજબાપુના પરમ આત્માને કોટિ કોટિ વંદન…

ૐ શાંતિ…

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!