જાણો મીઠાના ૧૦ એવા ઉપાયો કે જેના દ્વારા તમે પણ બની શકો છો ધનવાન, જાણો કયા દિવસે મીઠું ખરીદવું

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મિત્રો , નમક એ મનુષ્ય ના સ્વાસ્થ્ય માટે ઝેર છે. પરંતુ , જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવા મા આવે તો તે અમૃત પણ બની જાય છે. શુ તમે જાણો છો કે નમક તમારા જીવન મા સુખ-સમૃધ્ધિઓ લાવી શકે છે. અમુક લોકો ઘર ની સુખ-સમૃધ્ધિ માટે ક્રિસ્ટલ પાછળ લાખો રૂપીયા ના ખર્ચ કરતા હોય છે. પરંતુ , આપણી સુખ-સમૃધ્ધિ નુ સાધન આપણા ઘર મા જ છે જેના વિશે આજે આપણે ચર્ચા કરીશુ.

જ્યોતિષશાસ્ત્ર મુજબ નમક મા રહસ્યમયી તાકત છુપાયેલી છે. જે ઘર મા પોઝીટીવ વાતાવરણ નુ નિર્માણ કરે છે અને ઘર મા સુખ-શાંતિ નો માહોલ બની રહે છે. તો ચાલો આ વિશે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ. સૌપ્રથમ એક લાલ રંગ અને લીલા રંગ વાળી એક પોટલી લો.

આ લીલા રંગ ની પોટલી મા કાળા મરી નાખો અને જે લાલ રંગ ની છે તેમા નમક ભરી દો. આ બંને પોટલીઓ ને ઘર ના મંદિર મા રાખી દયો. ત્યારબાદ નિરંતર ૧૧ દિવસ સુધી આ બંને પોટલીઓ નુ પૂજન-અર્ચન કરો. આ પૂજન સમયે “ ઓમ કાલભૈરવાય નમઃ ” મંત્ર નુ મંત્રોચ્ચારણ કરતા રહો. ત્યારબાદ તે બંને પોટલીઓ ને રસોડા મા રાખો અને રસોઈ બનાવતી વખતે તેમા રહેલા નમક નો ઉપયોગ કરો. જેથી તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.

આ સિવાય તમે કાચ ના ગ્લાસ મા પાણી ભરી તેમા ૧ ચમચી નમક ઉમેરી તેને ઘર ના દક્ષિણ-પશ્ચિમ દિશા મળે તે કોણ ના ખૂણા મા રાખો. જેથી ઘર મા પ્રવર્તતી નેગેટીવ શક્તિઓ દૂર થશે. આ ઉપરાંત જો ઘર મા જમવા ના ટેબલ પર નમક ની કાચ ની ડબ્બી રાખવા મા આવે તો ઘર મા સમૃધ્ધિ જળવાઈ રહે છે.

આ સિવાય નમક ના ગાંગડા ને લાલ કાપડ મા વીંટી ને ઘર ના દ્વાર પર લગાવવા મા આવે તો નેગેટીવ શક્તિઓ ઘર થી દૂર રહે છે. આ ઉપરાંત પૂર્ણીમા ની રાત્રીએ એક કાચ ની બોટલ મા એક લિટર પાણી અને ૭ ચમચી નમક ઉમેરી ને તેને આખી રાત ચંદ્ર ની શીતળ ચાંદની મા રાખી પરોઢે ઊઠી ને તે જળ નો સમગ્ર ઘર મા છંટકાવ કરવો. જેથી ઘર નુ વાતાવરણ સકારાત્મક બની રહે.

આ સિવાય જો શુક્રવાર ના દિવસે નમક ની ખરીદી કરવા મા આવે તો તે અત્યંત શુભ ગણાય છે. તેના થી તમારુ નસીબ ચમકી જાય છે. આ ઉપરાંત હાથ ભીનો કરી તેના પર નમક લગાવી તે હાથ ગાય ને ચટાડશો તો તમે ભાગ્યશાળી બની જશો. આ સિવાય જો નમક ના ૩-૪ ગાંગડા પર્સ મા રાખવા મા આવે તો બિનજરૂરી નાણા નો વ્યય થતો અટકે છે.

જો તમે વધુ નાણા કમાવવા ઈચ્છતા હોય તો શુક્રવાર ના દિવસે પોતુ કરવા ના પાણી મા નમક ઉમેરી ઘર મા પોતા કરવા. આ ઉપરાંત પહેલી સેલેરી મા થી નમક ની સૌપ્રથમ ખરીદી કરવા થી તમારા માન-સન્માન મા વૃધ્ધિ થાય છે. તેમજ જો તમે તમારો ધંધો વધારવા માંગતા હોવ તો એક કાચ ના પાત્ર મા થોડુ નમક અને ૧૧ લવિંગ રાખી તેને દુકાન ના ગલ્લા મા રાખવા. જેથી તમારા ધંધા મા બરકત આવશે.

જો કોઈ વ્યક્તિ ખૂબ જ લાંબાગાળા થી કોઈ રોગ થી પીડાતુ હોય તો એક કાચ ની બોટલ મા નમક ઉમેરી ને તે બોટલ ને પેશન્ટ ના બેડ નીચે રાખવી. જેથી તે રોગ ધીમે-ધીમે દૂર થઈ જશે. રાત્રે સુવા જતા પૂર્વે થોડા હુફાળા પાણી મા નમક ઉમેરી ને તે પાણી થી હાથ-પગ ધોઈ ને સૂવા જશો તો તમારા જીવન મા રાહુ-કેતુ નો દુષ્પ્રભાવ ઘટી જશે તથા તમે તણાવમુક્ત રહેશો.

જ્યારે તમે અત્યંત ટેંન્શન મા હોવ ત્યારે હાથ મા નમક લઈ હાથ જોડી ને શાંતિ થી ધ્યાન મા ચાલ્યા જાવ અને ધ્યાન મા થી બહાર નીકળી ને તેને ચોકડી મા નાખી દયો. આમ , કરવા થી તમે ટેન્શનમુક્ત રહેશો. આ સિવાય કોઈપણ નાના બાળક ને કુદ્રષ્ટિ થી બચાવવા માટે તેના ન્હાવા ના પાણી મા એક ચમચી નમક ઉમેરી ને નવડાવો. જેથી તે બાળક કુદ્રષ્ટિ ના પ્રભાવ મા ના આવે.

વાદળી કલર ના કપ મા થોડુ નમક નાખી તે કપ રસોઈઘર મા રાખવો. આ ઉપચાર દ્વારા પતિ-પત્નિ વચ્ચે થતી વાટા ઘાટો દૂર થશે અને પ્રેમ વધશે. એક વાત ની હંમેશા કાળજી રાખવી કે નમક ક્યારેય ભૂલ થી પણ લોખંડ , સ્ટીલ કે પ્લાસ્ટીક ના પાત્ર મા ના રાખવુ.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!