જાણો ચોમાસા ની ઋતુ મા બનતા અત્યંત સ્વાદિષ્ટ અને ખટ્ટમીઠા કારેલા ના આચાર વિશે

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મિત્રો , ચોમાસા ની ઋતુ નો પ્રારંભ થાય અને દરેક બાળક ના મોઢા મા એક જ ગીત હોય છે કે, આવ રે વરસાદ, ઢેબરીયો વરસાદ , ઊની-ઊની રોટલી ને કારેલા નુ શાક. ” આ કારેલા ની સબ્જી તો ચોમાસા મા વિશેષ બનતી હોય છે પરંતુ આજે આ લેખ મા અમે તમારા માટે સ્વાદિષ્ટ અને ખટ્ટમીઠા કારેલા નુ આચાર બનાવવા ની રેસિપિ લઈ ને આવ્યા છીએ.

આ અથાણુ આપણા શરીર ના સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. તો ચાલો જાણીએ કારેલા નુ અથાણુ બનાવવા ની રેસિપિ વિશે.

કારેલા નુ અથાણુ બનાવવા માટે ની આવશ્યક સામગ્રી :
કારેલા – ૨૫૦ ગ્રામ , સરસો નુ ઓઈલ – ૪ ચમચી , જીરૂ – ૧ ચમચી , મેથી ના દાણા – ૧ ચમચી , હિંગ – ૧ ચમચી , લાલ મરચુ પાવડર – ૧ ચમચી , ધાણાજીરૂ – ૧ ચમચી , સૂંઠ પાવડર – ૧ ચમચી , નમક – આવશ્યકતા મુજબ.

વિધિ :
સ્વાદિષ્ટ અને લિજ્જતદાર કારેલા ના અથાણુ બનાવવા સૌપ્રથમ કારેલા ને નાના-નાના ટૂકડાઓ મા સમારી દો. ત્યારબાદ આ ટુકડાઓ પર નમક નો છંટકાવ કરો ને તેને ૧૫ મિનિટ સુધી આ જ અવસ્થા મા રાખો. જેથી તેમા રહેલી કડવાશ દૂર થઈ જાય. હવે પાણી વાણા તપેલા પર ચારણી મુકી ને તેના ઉપર કારેલા ના ટુકડા મુકો અને ૫ મિનિટ સુધી તેને પકવતા રહો. હવે એક કડાઈ મા ઓઈલ ગરમ થવા માટે મૂકો.

કડાઈ મા ઓઈલ ગરમ થઈ જાય એટલે તેમા હિંગ ઉમેરો. ત્યારબાદ તેમા જીરૂ , લાલ મરચુ પાવડર , ધાણાજીરૂ , નમક , સૂંઠ પાવડર , મેથી ના દાણા વગેરે સામગ્રીઓ ઉમેરી દો અને આ સામગ્રીઓ ને ઓઈલ મા વ્યવસ્થિત રીતે કકડાવી લો. આ મસાલો તૈયાર થઈ જાય ત્યાર બાદ કારેલા ને ૫-૧૦ મિનિટ સુધી પકાવો અને ત્યારબાદ તેમા મસાલો ઉમેરી ને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.

તો તૈયાર છે તમારુ સ્વાદિષ્ટ ,ચટપટુ અને લિજ્જતદાર કારેલા નુ અથાણુ. આ અથાણા ને તમે ફ્રીજ મા સંગ્રહ કરી ને લાંબા સમયગાળા સુધી સાચવી શકો. ડાયાબિટીસ ના દર્દીઓ માટે આ અથાણા નુ સેવન ખૂબ જ લાભદાયી ગણાય છે. તો , મિત્રો એકવાર આ કારેલા ના અથાણા ને બનાવી ને તેનો ટેસ્ટ અવશ્ય માણજો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!