ચંદ્રયાન સાથે સંર્પક તુટતા ઇસરો ના ચીફ થયા ભાવુક,નરેંદ્રમોદીએ ગળે લગાડીને કર્યા શાંત,પીઠ થપથપાવીને આપી હિંમત, જુઓ વીડીયો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ભારત માટે કાલ દિવસ સૌથી યાદગાર રહેશે , કારણ કે કાલે ભલે ચંદ્રયાનને સફળતા ના મળી પરંતુ આપણે સૌ કોઇએ ઇસરો પર ગર્વ લેવો જોઈએ. ભારતના તમામ લોકો કાલે રાત્રે જ ચંદ્રયાન માટે પ્રાથના કરી રહ્યા હતા, ત્યારે એ ક્ષ્રણ જ ઇસરો માટે જીતની હતી. દેશના તમામ લોકોએ જે આશા રાખી તેનું પરિણામ ભલે નિરાશ જનક આવ્યું પરંતુ ઇસરોએ જે કરી બતાવ્યું એ પરથી એ દૂ:ખ પણ ભૂલાય જાય, કારણ કે ભલે ચંદ્રયાન 2 લેન્ડ ના થઈ શક્યું પરંતુ ઇસરોની હિંમતને સલામ જેને અંત સુધી પણ આશા ના છોડી.

 

View this post on Instagram

 

??????

A post shared by Indian space research org. (@isro.in) on

1 : 40 કલાકે ચંદ્રયાન લેન્ડ થવાની તૈયારીમાં હતું જે ચંદ્રથી 35કિમી દૂર હતું ,1 : 50 કલાકે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ લેન્ડીંગથી માત્ર 2.1 કિમી દૂર હતું અને લેન્ડ થાયએ પહેલા સંપર્ક વિહોણું થઈ ગયું. આ ઘટના બાદ દેશના તમામ લોકોને ઇસરો પર ગર્વ હતો કારણ કે ભલે ચંદ્રયાન મિશન સફળ ના થયું પરંતુ તેમણે જે કામગિરિ કરી તે સફળ રહી, માત્ર અંત ઘડીમાં વિક્રમનો સંપર્ક તૂટ્યો એ પણ માત્ર 2.1 કિમીની દૂરી પર , ત્યારે સૌ કોઈ ના શ્વાસ અદ્ધર ચડી ગયાં હતા.અચાનક થયેલી આ ઘટનાથી ઈસરોના કંટ્રોલ રૂમમાં અચાનક સન્નાટો પ્રસરી ગયો હતો.
આ સમયે ભારતના વડાપ્રધાન પણ ઇસરોએ જ હતા. નરેંદ્રમોદીજી એ શનિવારે સવારે ઈસરોના કંટ્રોલ રૂમથી વૈજ્ઞાનિકોને આપેલા સંબોધન બાદ પીએમ બહાર નીકળ્યા ત્યારે એ સમયે ઈસરો ચીફ કે. સિવન રડી પડ્યા.

આ જોઈને મોદીએ ઈસરો ચીફને ગળે લગાવીને હિંમત આપી. પીએમએ ઈસરો ચીફની પીઠ થપથપાવી હતી, હિંમત પણ આપી હતી, આ દશ્ય એકદમ ભાવુક હતું. જ્યારે પ્રધાનમંત્રી મોદીને બહાર જતાં હતા એ સમયે ઈસરો ચીફ પોતાને સંભાળી ન શક્યા. તેઓ રડવા લાગ્યા અને પીએમ મોદીએ તેમને ગળે લગાડીને પીઠ થપથપાવી. ઇસરો ના ચીફને હિંમત આપી હતી. ત્યાર પછી ચીફ પીએમ મોદીજીને કારમાં બેસાડવા ગયાં અને એ સમયે મોદીજી એ કે. સિવને હાથ હલાવીને તેમને વિદાય કર્યા. મોદીજીની વિદાય સમયે પણ સિવનની ભીની આંખો અને ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી હતી.

મોદીજી પણ ભાવુક થયા હતા અને તેમણે આ પહેલા કંટ્રોલ રૂમમાં સંબોધન દરમિયાન મોદીજી એ ઈસરોના વૈજ્ઞાનિકોની હિંમત વધારતા કહ્યું, અંતિમ પરિણામ ભલે આપણા અનુકૂળ ન હોય, પરંતુ તમારી મહેનત, સામર્થ્ય અને સિદ્ધિ પર સમગ્ર દેશને ગર્વ છે.’આ વાત સાચી છે, ભલે ચંદ્રયાનને સફળતા ના મળી પરંતુ દેશના તમામ લોકોની નજર ઇસરો પર છે અને સૌ કોઈ ગર્વ લઈ રહ્યા છે. હા જો કાલ ના દિવસે ચંદ્રયાન એ સફળતા પૂર્વક લેન્ડ થયું હોત તો આજે ખુશી કઈક અલગ જ હોત ભારત માટે. ઇસરો ભલે સફળતા ન મળી પરંતુ સૌ કોઈને ઇસરો પર ગર્વ છે. લોકો આજના દિવસે પણ ઇસરોને વધાવી રહ્યા છે, ભારતને ભલે ચંદ્રયાનની સફળતા ના મળી પરંતુ ઇસરો પર ગર્વ લેવા જેવી વાત છે.

 

View this post on Instagram

 

#ISRO Here’s a view of the majestic lift-off of #GSLVMkIII-M1 carrying #Chandrayaan2

A post shared by Indian space research org. (@isro.in) on

આપણે સૌ કોઇએ ઈસરોના વૈજ્ઞાનિકો પર ગર્વ લેવો જોઈએ કારણ કે ઈસરોએ ઐતિહાસિક સિદ્ધિઓ હાંસેલ કરી છે અને દેશ તેમની ઉપલબ્ધિઓથી આનંદ અનુભવી રહ્યો છે. ખુદ ચંદ્રયાન-2નું અંતિમ સફર આશા અનુસાર ન રહી હોય પરંતુ આ સફર દરમિયાન એવી ઘણી તકો આવી જ્યારે ભારત દેશ આનંદીત થયો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!