90’ના સમયગાળામાં આવતી એ જાહેરાતો એ લોકોના દિલ જીતી લીધા હતા.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ટેલિવિઝન પર જેમ ફિલ્મો અને સિરિયલ્સ મહત્વનો ભાગ ભજવે છે તેવી જ રીતે બ્રેકમાં આવતી એડ્વર્ટાઇઝમેન્ટ્સપણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે. તો 90’ના સમયગાળા દરમિયાન આવેલી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલ્સ વિશે તો આપણે અગાઉ વાત કરી હવે ચાલો એ સમયે ટી.વી. પર જોવા મળેલી લોકપ્રિય એડ્વર્ટાઇઝમેન્ટ્સ યાદ કરીએ.

  1. નિરમા બ્યુટી સોપ:

આ એડમાં ખુબસુરત અભિનેત્રી સોનાલી બેન્દ્રે અલગ અલગ લોકેશન્સ પર ફોટોગ્રાફી કરાવતી જોવામળતી. 90’ના સમય દરમિયાનઆપણા બધાના ઘરે કમ સે કમ એક નિરમા સાબુ તો હશેજ ખરું ને! સૌંદર્ય સાબુન નિરમા!! એ જીંગલ આજે પણમનમાં ગણગણવાનું મન થાય.

  1. રસના:

આ એડ 90’ના સમયના લોકોમાં રહેલી સરળતાને દર્શાવતી. એ સમયે લાઈફ કેટલી સિમ્પલ હતી નહી!બર્થડે પાર્ટી હોય કે ફેમિલીફંક્શન, શરૂઆત તો રસનાના ગ્લાસ થી જ થતી.

  1. લિરિલ સોપ:

વોટરફોલની નીચે બિન્દાંસ ન્હાતી એ ક્રેઝી પ્રિટી ઝિન્ટા ને કોણ ભૂલી શકે!90’ના સમયની એ સૌથી શ્રેષ્ઠ એડ હતી.

  1. કોમ્પલેન:

આઈ એમ અ કોમ્પ્લેન બોય!!કોને ખબર હતી કે આ એડમાં આવતા બાળકો મોટા થઇને બોલીવૂડના હીરો હિરોઈન બનશે. આયેશા ટાકિયા અને શાહિદ કપૂરને ચમકાવતી આ એડને લોકો આજે પણ ભૂલ્યા નથી.

  1. નિરમા ડિટર્જન્ટ પાવડર:

વર્ષોથી નિરમા પાવડર માટેની એડ્સ બદલાતી રહે છે પણ એનું જીંગલ એમનું એમ હિટ થઈ ગયું!!! હેમા… રેખા.. જયા ઓર સુષ્મા, સબ કીપસંદ નિરમા!(ખાલી વાંચવાનું છે… તમે તો ગાવા લાગ્યા!!)

  1. બજાજ સ્કૂટર:

યાદ છે કેવી રીતે તમારા પપ્પા તમને બજાજ સ્કૂટરમાં બેસાડી ચક્કર મારવા લઈ જતા!? એ ટાઇમ પર તો બજાજ સ્કૂટર ચલાવવાનો કે એના પર ચક્કર મારવાનો જે આનંદ મળતો તે તો આજની એ.સી. વાળી ગાડીમાં બેસીને પણ નથી મળતો.

  1. ધારા(ઓડીબલ ઓઇલ):

આ એડ ઇન્ડિયન ટેલિવિઝનના ઇતિહાસમાં બેસ્ટ એડ જાહેર થવી જોઈએ હો! જોઈને જવ્હાલ આવી જાય એવો ક્યુટ બોય,જેરિસાઈને ઘર છોડીને જવાનું નક્કી કરે છે પણ ઘરે જલેબી બની છે એ સાંભળી (પછી પોતે કેટલું મીઠું બોલે છે..જલેબી!!)અને પાછોઘરે આવે છે.

  1. પાન પરાગ:

શમ્મી કપૂર અને અશોક કુમારને લઈને બનાવવામાં આવેલી આ એડ એ એક નવો ટ્રેન્ડ ચાલુ કરેલો.. કે બારાતિયો કા સ્વાગત, સિર્ફપાન પરાગ સે..!!

આવી તો અનેક એડ્સ ટી.વી. પર જોવા મળતી. અમુક એડ્સ તો ફિલ્મો કે સિરિયલ્સ કરતા પણ વધારે લોકપ્રિય હતી. નીચે આપેલીલીંક પર ક્લિક કરી જુઓ 90’ના સમયની લોકપ્રિયએડ્વર્ટાઇઝમેન્ટ્સ અને યાદ કરી લો એ ક્યારેય ભૂલી ના શકાય એવા સમયને…

અહિયાં ક્લિક કરીને જોઈએ એ લોકપ્રિય એડ્વર્ટાઇઝમેન્ટ્સને.

Author:Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!