IAS ઓફિસર હોવા છતાં પણ રજાના દિવસોમાં ગરીબ લોકોની ડોક્ટર બનીને કરે છે સેવા…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સોશીયલ મીડિયામાં અવાર-નવાર કિસ્સા સામે આવતાં હોય છે. આજે સોશીયલ મીડિયાથી લોકોનું જીવન બદલાય પણ જાય છે અને બરબાદ પણ થઈ જાય છે. ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયાથી બીજાના માટે પ્રેરણારૂપ બને છે. ઘણી વાર સામાન્ય માણસ પણ લોકોની મદદ કરવામાં એક બે વાર વિચાર કરતો હોય છે, ત્યારે તમને જાણવા મળે કે ઉંચી પોસ્ટ ધરાવનાર વ્યક્તિ જ્યારે ગરીબ લોકો માટે પોતાનો સમય આપે ત્યારે જાણીને નવાઇ લાગે.વાત જાણે એમ છે કે પશ્ચિમ બંગાળના રઘુનાથપુરની SDO આકાંક્ષા ભાસ્કરની હાલમાં ખૂબ ચર્ચામાં છે. એક IAS અધિકારીનો હૃદયસ્પર્શી કિસ્સો જાણીને તમે પણ ભાવુક થઈ જશો. આકાંક્ષાએ પોતાનું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું છે.


આજે તે એક આઇએએસ ઓફિસર હોવા છતાં પણ ગામના લોકોને મદદ કરે છે, અને અવાર-નવાર સેવાભાવિ કાર્ય અને કાર્યક્રમો કરે છે જેનાથી સામાન્ય લોકોને મદદરૂપ બની શકે. ખાસ વાત એ છે કે આકાંક્ષા IAS બનતા પહેલા ડોક્ટર હતા. ત્યારે આજે પણ ઑફિસર હોવાની સાથે સાથે ડોક્ટર હોવાની ફરજ પણ નિભાવે છે. તમને વિશ્વાસ નહીં આવે કે તેઓ પોતાની દરેક રજા ગરીબો સાથે વીતાવે છે. તેમની સમસ્યા સાંભળે છે અને તેનો ઈલાજ કરે છે.

એકવાર જ્યારે આકાંક્ષા ભાસ્કર એકવાર પુરુલિયાના સંતુરી ગામમાં હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન ચિકિત્સા કેન્દ્રની હાલત જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું હતું.ત્યારે તેમણે સ્ટેથોસ્કોપ હાથમાં ઊઠાવ્યું અને ગરીબોનો ઈલાજ કરવા લાગ્યા.એ જ દિવસે તેમણે 40 દર્દીઓનો ઈલાજ કર્યો, તેમના માટે જરૂરી દવાઓની વ્યવસ્થા કરી. આ તો ફક્ત શરૂઆત હતી. આ દિવસથી તેઓ દર વખતે રજાના દિવસે વિસ્તારના SDO નહિ, અંતરિયાળ ગામમાં રહેતા આદિવાસીઓની ડોક્ટર બની જાય છે.

આંકાક્ષા અવારનવાર ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. આં સીવાય તે ગર્ભવતી મહિલાને પૌષ્ટિક ભોજન લેવાની સલાહ પણ આપે છે. એક ખાસ વાત એ છે કે તેમના માતા-પિતા બંને ડોક્ટર છે. આઈએએસ બન્યા પહેલા તેને મેડિકલ કૉલેજમાંથી MBBSની ડિગ્રી મેળવી હતી આને થોડા સમય ડોક્ટર તરીકે કામ કર્યા બાદ તેમણે સરકારી ડોક્ટર તરીકે ગામમાં સેવા આપી હતી. ગામની હાલત જોઈને જ તેમને સિવિલ સર્વિસમાં આવવાની પ્રેરણા મળી. 24 વર્ષની ઉંમરમાં તેમણે પહેલા જ પ્રયાસમાં સફળતા હાંસલ કરી. દેશમાં તેમને 76મો ક્રમ મળ્યો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!