તમારા ઘરે જ બનાવો ‘ ઠંડાઇ ‘ જાણો કઈ રીતે બનશે આ સ્વાદિષ્ટ વાનગી…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હોળીનો તહેવાર જયારે નજીક આવી રહ્યો છે, ત્યારે આપણે આજે શીખીશું ઠંડાઈ કેવી રીતે બનાવવામાં આવે છે. હવે ઉનાળાની શરૂઆત થતાં શરીરને રાહત મળે તે માટે થઈને હવે ઠંડા પીણાં વધુ પીવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કે આ હોળીના તહેવારમાં તમારા ઘરે હોળીના ઉત્સવ પર ઠંડાઈ કેવી રીતે બનાવી શકો છો!

Image result for thandai
સામગ્રી
☞ દોઢ લિટર ઠંડું દૂધ
☞ રપ૦ ગ્રામ ખાંડ
☞ બસો ગ્રામ ગામઠી વરિયાળી
☞ ૧૦૦ ગ્રામ ગુલાબનાં ફૂલની પાંખડીઓ
☞ ૧પ૦ ગ્રામ બદામ
☞ પ૦ ગ્રામ સફેદ આખાં મરી- સક્કર ટેટીના બી
☞ રપ લીલાં પિસ્તાં
☞ ૧ ટીસ્પૂન ઇલાયચીના દાણા (ખાંડેલા)
☞ ૧ ટીસ્પૂન કેસર (ઘોળીને વાટેલું)

Image result for thandai
રીત : બદામને પ-૬ કલાક પલાળવી.ફોતરાં કાઢવાં.
વરિયાળી, ગુલાબનાં પત્તાં અને પિસ્તાંને બે કલાક જુદા-જુદા પલાળી નિતારીને રાખવાં.
ઉપરનું બધું જ ૧/૪ લિટર દૂધમાં ભેળવવું. મિક્સરમાં નાખી મિશ્રણ તૈયાર કરવું. ખાંડ નાખી ફરીથી મિશ્રણ હલાવવું. ખાંડ ઓગળે એટલે બાકીનું દૂધ નાખી ઇલાયચી અને કેસર નાખવાં.
ઠંડાઈ બેત્રણ કલાક ઠંડકમાં રાખવી. ગળણીથી ગાળી વાપરવી.બરાબર હલાવી ત્રણ-ચાર કલાક ઠંડકમાં દૂધ રાખવાથી મસાલાની સુગંધ સારી રહે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!