જાતે બનાવો ઘરે કેમિકલ્સ રહિત હર્બલ શેમ્પૂ.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજકાલ લોકો હર્બલ કોસ્મેટિક્સ પ્રોડટ્સના ઉપયોગ તરફ વળી રહ્યાં છે,અને તેમાંય હોમ-મેડ વસ્તુઓવધુ પસંદ કરે છે.ફેસ પેક, ફેસ માસ્ક, હર્બલ ઓઈલ તો ઘરે બને જ છે એ તો સૌ કોઈ જાણે છે, પણ હર્બલ શેમ્પૂ પણ ઘરે બનાવી શકાય છે એબહુ ઓછા લોકો જાણતા હશે. તો ચાલો આજે આપણે જાણી લઈએ હોમમેડ હર્બલ શેમ્પૂ બનાવવાની રીત…

સામગ્રી:

  • બે ચમચી મેથીના દાણા, અડધો કપ સૂકા આમળા, અડધો કપ સૂકી શીકાકાઈ, આશરે ૧૦ નંગ અરીઠા, એક ચમચી લીંબુનો રસ, દોઢ લીટર પાણી

રીત:

  1. આમળા, શીકાકાઈ, અરીઠા, મેથીના દાણા આ તમામ વસ્તુઓ એક વાસણમાં લઈ લો.
  2. હવે તેમાં પાણી ઉમેરી, એક રાત ઢાંકીને રાખી મૂકો.
  3. સવારે તે મિશ્રણમાં લીંબુનો રસ ભેળવી,સામાન્ય તાપે બે કલાક સુધી ઉકળવા દો.
  4. ઘેરો બદામી કે કાળો રંગ થાય ત્યાં સુધી ઉકળવા દો, સમયાંતરે હલાવતા રહેવું.
  5. હવે તે મિશ્રણને કપડાંથી ગાળી લો અને બોટલ અથવા જારમાં ભરી લો.

નોંધ: આ શેમ્પૂનો ઉપયોગ લાંબા સમય સુધી શક્ય નથી.

ફાયદાઓ:

  • મેથી ખરતાં વાળ અટકાવે છે અને સાથોસાથ શરીરને વિટામીન C પૂરું પાડે છે.
  • આમળા વાળને શુષ્ક થતા રોકે છે અને વાળની કોમળતા જાળવી રાખે છે.
  • શીકાકાઈ શેમ્પૂમાં ક્લીનસરનો ભાગ ભજવે છે અને વાળને ચમકદાર બનાવે છે.
  • ફક્ત કુદરતી સામગ્રીઓનો જ ઉપયોગ થયો હોવાથી, હર્બલ શેમ્પૂ રોજીંદા ઉપયોગમાં લઈ શકાય છે.

આ સિવાય પણ હજી ઘણા પ્રકારથી હર્બલ શેમ્પૂ લોકો ઘરે બનાવતા હોય છે, જો આપ પણ જાણો છોએવી જ કોઈ પદ્ધતિ તોજણાવો અહીં કોમેન્ટ બોક્સમાં…

Thank you,

Have a great day…!!!

Author: Morvee Raval #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!