કડવા કારેલાના ગુણ ન હોય કડવા! જાણો કડવા કારેલાના સ્વાસ્થ્યપ્રદ ગુણો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે જાણીએ જ છીએ કે કારેલુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયી છે, પરતુ કડવુ હોવાને કારણે બહુ ઓછા લોકોને તે પસંદ આવે છે. બાકી કારેલાના ગુણો તો અગણિત છે અને જો તેનું સેવન કરવામાં આવે તો તંદુરસ્તી માત્ર સારી જ નથી રહેતી પરંતુ તંદુરસ્તી હરહંમેશ માટે તરોતાજા રહે છે.

Image result for karela for health

આ સિવાય ડાયાબિટીસ કંટ્રોલ માટે પણ કારેલુ એક પ્રાકૃતિક ઔષધિનુ કામ આપે છે. કારેલામા ડાયાબિટીસ કંટ્રોલ કરવાવાળા ઇન્સ્યુલિન જેવા કંપાઉન્ડ રહેલા હોય છે. જેને પોલિપેપ્ટાઇડ-પી અથવા તો પી-ઇન્સ્યુલિન તરીકે ઓળખવામા આવે છે. આ તત્વો પ્રાકૃતિક રીતે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.ખાસ કરીને કારેલાનુ જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણુ જ ફાયદાકારક હોય છે.

Image result for karela for health

વજન ઘટાડવા માટે પણ કારેલું અતિ ઉપયોગી છે. કારણ કે કારેલાનુ જ્યુસ શરીરમા રહેલા ઇનસ્યુલિનને સક્રિય રાખે છે. જેના કારણે સતત બલ્ડ શુગરનુ કંજપ્શન થાય છે. જેથી શુગર ફેટમા કન્વર્ટ થઇને શરીરમા જમા નથી થઇ શકતી. આ રીતે કારેલાનુ જ્યુસ વધતા વજનને પણ રોકે છે.

Image result for karela for health

દરરોજ કારેલાનુ જ્યુસ કેટલી માત્રામા લેવુ જોઇએ તે અંગે ડોક્ટરની સલાહ લેવી જોઇએ, કેમકે દરેક વ્યક્તિના શરીરનું બંધારણ અલગ અલગ હોય છે. તેથી આડેધડ કારેલાનું સેવન કરવાના બદલે તબીબી સલાહ લઈ લેવી વધુ સારું.

Image result for karela for health

કારેલાનું સેવન કરવા માટે આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી. જેમ કે કારેલાને ઉપયોગમાં લેતા પહેલા તેને બરાબર સાફ કરી તેમા રહેલા સફેદ ભાગને દૂર કરવો. નાના નાના ટુકડા કરીને અડધી કલાક માટે પાણીમા પલાળી રાખવા, કડવાશ દૂર કરવા લીંબુ અને નમક નાખી શકાય છે. ત્યાર બાદ મિક્સરમા જ્યુસ બનાવી શકાય છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!