હળદરથી મટી શકશે કેન્સર! જાણો શું છે વૈજ્ઞાનિક કારણ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજના સમયે કેન્સર જેવા રોગો સામાન્ય થઈ ચૂક્યા છે, એટલે કે સામાન્ય જનતામાં પણ આવા રાજસીય રોગો જોવા મળી રહ્યા છે, પરંતુ આ રોગની સારવાર એટલી જ આકરી છે. ત્યારે ભારતની એક સંસ્થા દ્વારા હળદરથી કેન્સરની સારવાર કરવાની પધ્ધતિ શોધી કાઢવામાં આવી છે જે આપણે અહિયાં જોઇશું…

Image result for green turmeric"

વાત જાણે એમ છે કે, દક્ષિણભારતના કેરળમાં આવેલા શહેર તિરુવનંતપૂરમાં આવેલી સંસ્થા ‘શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ દ્વારા હળદરથી કેન્સરની સારવારની અમેરિકન પેટન્ટ પ્રાપ્ત કરી લેવામાં આવી છે. સંસ્થાનો દાવો છે કે, હળદરમાં રહેલાં કરક્યૂમિન જેવા એન્ટિ બાયોતિક તત્વ વડે કેન્સરની સારવાર થઈ શકે તેમ છે. સંસ્થાએ જણાવ્યુ કે, શરીરમાંથી કેંસરની ગાંઠને દૂર કર્યા બાદ હળદરથી સારવાર કરવામાં આવશે જેથી, ટ્યૂમર(ખરાબ ગાંઠ) ઓગળી જાય અને કેન્સર શરીરમાં ફેલાતું અટકે.

Image result for green turmeric"

આ સંશોધનના મુખ્ય સંશોધક એવા ડો. લિસી કૃષ્ણનના જણાવ્યા મુજબ, હળદરમાં રહેલું કરક્યૂમિન સરળતાથી શરીરમાં સમાઈ જાય છે અને કેન્સર સામે લડે છે. કેન્સરના કોષોને દૂર કરવા માટે સીધા જ ગાંઠના ભાગમાં કરક્યૂમિન રિલીઝ કરવામાં આવશે. આ સામાન્ય કોષોને નુકસાન ન પહોંચાડીને કેન્સરના કોષો પર સીધો હુમલો થયો ગણાશે. ઘણા સંશોધનોમાં એ પણ સાબિત થયું છે કે તે કેન્સરના કોષોને મારી નાખે છે.

Image result for green turmeric"

શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સંસ્થાના ડાયરેક્ટર આશા કિશોરીના જણાવ્યા મુજબ, શરીરમાં કરક્યૂમિન એક ઇમ્પ્લાન્ટ ‘વેફર’ દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવશે. વેફરમાં કરક્યૂમિન અને એલ્બ્યૂમિન બંને તત્ત્વો હશે. શસ્ત્રક્રિયાથી કેનસરની ગાંઠને દૂર કર્યા પછી તે કેન્સરગ્રસ્ત ભાગમાં વેફર ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે. વેફરમાં રહેલું એલ્બ્યૂમિન તત્વ કેન્સરના કોષોને એકત્રિત કરશે અને કરક્યૂમિન આ કોષોમાં જઇને તેને મારી નાખશે.

Image result for green turmeric"

આ સંશોધન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સાથે મળીને કરવામાં આવ્યું છે. પેટન્ટ મળ્યા બાદ હવે તેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે અને ટૂંક સમયમાં આ ટેક્નોલોજી કેન્સરના દર્દીને ઉપલબ્ધ થશે. આશા છે કે, આગામી ટૂક સમયમાં આ પધ્ધતિ ઉપયોગમાં લઈ શકાય અમે તેના ફાયદા પણ મેળવી શકાય…

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!