વાળ કાપવાના 28,000 રૂપિયા મળ્યા!! ખરેખર….

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

કહેવાય છે ને કે ગુજરાતી લોકો વેપારી બુદ્ધિના અને ખુબજ દયાળુ હોય છે, લો એવો જ એક દાખલો આપની સમક્ષ આવી ગયો છે.  વાત કરવાના છીએ આપણે અમદાવાદની.harald baldr haircut

harald baldr haircut

અમદાવાદમાં પ્રવાસે આવેલો એક વિદેશી અમદાવાદી વાળંદની પ્રામાણિકતા પર વારી ગયો છે. શહેરના પોશ એવા સીજી રોડ પર ખખડધજ ખુરશી મુકીને હેર કટિંગ કરતા વાળંદે પ્રામાણિકતાના જોરે વિદેશી યુવકનું દિલ જીતી લીધું. એ વિદેશી યુવકે અમદાવાદિ વાળંદને વાળ કાપવાના 20 રૂપિયાને બદલે 28 હજાર રૂપિયા આપી દીધા હતા.

નોર્વેનો યુવાન હેરાલ્ડ બાલડ્રાએ સીજી રોડના ફુટપાથ પર એક ખુરશી અને સામે નાનો અરીસો મુકીને ચાલતી વાળ કટિંગની એક શોપ જોઈ હતી.ભાષાકીય મુશ્કેલીઓ વચ્ચે વાળંદે પોતાની રીતે વાળ કાપી આપ્યા હતા. વાળંદે કાપેલા વાળ જોઈને તે ખુશ થયો હતો. બાદમાં વાળ કટિંગના રૂપિયા આપતા સમયે વાળંદે બે આંગળીથી 20 રૂપિયાની માંગણી કરી હતી. પંરતુ વિદેશી યુવક 20 રૂપિયાના બદલે બે હજાર રૂપિયા સમજીને બે હજારની નોટ આપી હતી.harald baldr haircut

હવે વાળંદની પ્રમાણિક્તાની વાત કરીએ તો, તેણે બે હજાર રૂપિયા લેવાની ના પાડી અને 20 રૂપિયા જ જોઈએ છે, તેમ કહ્યું હતું. તેવામાં તેણે રસ્તા પરથી પસાર થતા અંગ્રેજી જાણકાર યુવાનને બોલાવ્યો હતો અને તે યુવકે આ બંને વચ્ચે થયેલી સમજફેર ઉકેલી હતી.

જેમાં આ અમદાવાદિ વાળંદની પ્રમાણિક્તા જોઈને નોર્વેના હેરાલ્ડ બાલડ્રાએ કહ્યું હતું કે, તે વાળંદને વાળ કાપવાના 20 રૂપિયાના બદલે 400 ડોલર આપવા ચાહે છે. આ સાથે તેનું કારણ આપતા એમ પણ કહે છે કે, ફુટપાથ પર રોજી રળતો આ કારીગર જોરદાર છે અને તેણે મોટી શોપમાં કામ કરવું જોઈએ.

આ છે આપણાં ગુજરાતી, ખરેખર આવો કોઈ કિસ્સો વાંચીને આપણને સાચા ગુજરાતી હોવાનું ગર્વ થાય નૈ !!

#TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!