શાહરૂખ ખાને સેલિબ્રેટ કર્યો તેનો 54મો જન્મદિવસ પરંતુ અડધી રાત્રે તેના ચાહકો કર્યું કઇંક આવું કે શાહ રૂખએ માફી માંગવી પડી !

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગઈ કાલે બોલીવૂડની સૌથી સુંદર અભિનેત્રિ અને વિશ્વની સૌથી સુંદર મહિલાનો ખિતાબ જીતનારી અભિનેત્રી ઐશ્વર્યા રાયનો બર્થ ડે હતો. આજે હવે બોલીવૂડના કિંગ ખાન અને બાદશાહ તરીકે ઓળખાતા શાહરુખ ખાન આજે પોતાનો 54મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે, ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે તેમની લોક ચાહના એટલી છે કે લોકો તેને મળવા માટે બહાનું શોધતા હોય છે, ત્યારે હાલમાં જ્યારે તેનો જન્મ દિવસ હોય ત્યારે લોકોમાં તેને મળવાની કેવી આતુરતા હશે !

આપણે સૌ કોઈ જાણીએ છીએ શાહરૂખ ખાન લાખો લોકોના દિલો પર આજે પણ રાજ કરે છે અને દર વખતની જેમ આ વખતે પણ ફેન્સ તેને બર્થ ડે વિશ કરવા માટે મન્નત બહાર અડધી રાત્રે ઉમટ્યા હતા. દર વર્ષે તેમના ચાહકોને મળવા શાહરૂખ ખાન મળવા જરૂર આવે છે.

વરસાદ હોવા છતાં પણ શાહરૂખ ખાન પ્રત્યેનો પ્રેમ ફેન્સને રોકી શક્યો નહીં. તેમને મળવા માટે ફેન્સની ભીડ જામતાં શાહરૂખ પર ઘરની બાલકનીમાં આવ્યો હતો અને બર્થ ડે વિશ કરવા બદલ ફેન્સનો આભાર માન્યો હતો. શાહરૂખને જોઈને ફેન્સે ચીચીયારીઓ કરતાં એક્ટરે ઈશારાથી આજુબાજુમાં બધા ઊંઘી રહ્યા હોવાનું કહ્યું હતું. તેમ છતાં ફેન્સે બૂમો પાડવાનું બંધ ન કરતાં શાહરૂખે વારંવાર ફેન્સને જણાવ્યું કે, શાંતિ જાળવો, આજુબાજુમાં પણ લોકો રહે છે અને તેઓ ઊંઘી રહ્યા છે.

તેના ચાહકો પણ શાહરૂખ ખાન માટે કેટલાક લોકો ગિફ્ટમાં આપવા માટે ટી-શર્ટ પણ લઈને આવ્યા હતા. આ દરમિયાન એક્ટરે બ્લેક સ્વેટશર્ટ અને બ્લૂ ડેનિમ પહેર્યું હતું. રાત્રે વિશ કર્યા પછી સવાર થતાં ફરીથી ફેંન્સ શાહરૂખ ખાનને બર્થડે વિશ કરવા માટે આવી પોહચ્યાં હતા. આજે પણ શાહરૂખ ખાનની લોકપ્રિયતા એટલી છે જ્યારે પહેલા હતી.આજે જો શાહરૂખ ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લા એક વર્ષથી ફિલ્મી દુનિયાથી દૂર છે, ઘણા સમયથી તેને કોઈ પણ ફિલ્મમાં કામ નથી કર્યું આ પહેલા તેને છેલ્લે ડિસેમ્બર 2018માં રિલીઝ થયેલી આનંદ એલ. રાયની ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ એવી હતી જેમાં શાહરૂખ ખાન ફિલ્મમાં લીડ રોલમાં હોવા છતાં પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!