હંટા વાયરસ કોના થી ફેલાય છે ? ચાલો જાણીએ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં દેશ કોરોના વાયસર સામે લડી રહ્યો છે.જ્યા જુઓ ત્યાં કોરોના વાયરસનો કહેર વર્તાય રહ્યો છે,ત્યારે ભારત દેશમાં ગઈકાલ રાત્રી થી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેરમાં કરવામાં આવ્યું છે.

આ કોરોના વાયસ સામે જ્યારે દેશ લડત લડી રહ્યો છે. તેવામાં ચીનમાંથી જ ઉદભવેલા Hantaએ આગમન કર્યું છે. ત્યારે ટ્વિટર પર # Hantavirus ટ્રેન્ડિંગ છે. ચાલો ત્યારે આ વાયરસ વિશે જાણીએ કે શું હકીકતમાં આ વાયરસ કોરોના થી પણ વધારે ભયાનક છે.

હન્ટાવાઈરસનાં લક્ષણો:

તાવ

માથાનો દુખાવો

ઠંડી લાગવી

સ્નાયુમાં દુખાવો

ચક્કર આવવા

ઊલટી થવી

ડાયેરિયા

મુજબ જાણવા મળ્યું છે કે, આ વાઈરસ હવા દ્વારા ફેલાય છે ન તો મનુષ્યના સંપર્કથી ફેલાય છે. આ ઉંદરો દ્વારા જ આ વાયરસ માણસોમાં ફેલાઈ શકે છે:

ચીનમાં ઘણા વર્ષોથી સક્રિય વાયરસ એક માણસથી અન્ય માણસોમાં ફેલાતો નથી. આ વાઈરસ ઉંદરોમાં થતો જોવા મળે છે. ઉંદરો દ્વારા જ તે માણસોમાં ફેલાઈ શકે છે.
આ વાઈરસથી ચેપિત ઉંદરોના મળ-મૂત્ર અને સલાઈવા (લાળ)નાં સંપર્કમાં આવવાથી જ મનુષ્યમાં તે ફેલાય ફેલાતો નથી
સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની વેબસાઈટ અનુસાર, ઉંદરો ઘરમાં રહે તો આ વાઈરસના ફેલાવવાનું જોખમ વધારે બને છે. ચેપિત ઉંદરોના સંપર્કમાં આવ્યા બાદ મોં, આંખ, નાકને અડવાથી શરીરની અંદર આ વાઈરસ ફેલાઈ શકે છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!