આ હાંડવાનો સ્વાદ તમારી જીભે એવો વળગશે, કે વારંવાર બનાવવાનું મન થશે!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે ગુજરાતીઓ ખાવા પીવાના બહુ શોખીન છીએ એ વાત તો જગ જાહેર છે. એમાં પણ ઢોકળાં,ખાંડવી,ફાફડા, થેપલા એ આપણે ગુજ્જુઓએ આપેલી દેણ છે. વિદેશીઓ પણ આપણી ખાણી પીણી અને આપણી વાનગીઓથી આકર્ષાયા છે. ઢોકળાં,ખાંડવી, ફાફડા અને થેપલા બાદ જો આપણી ફેવરિટ વાનગી હોય તો એ છે હાંડવો. આજે અહી હાંડવાની રેસીપી આપી છે, તો ચાલો જોઈએ અને વરસતા વરસાદમાં ગરમ ગરમ હાંડવાની મજા માણીએ…

સામગ્રી:

2 કપ ચોખા, 1 કપ તુવેરની દાળ, અને અડદની દાળ, મગની દાળ, ચણાની દાળ, ઘઉં, ખાટું દહીં અથવા ખાટી છાશ, લીલા મરચાં, લસણ, આદુનો એક નાનો ટુકડો, દુધી (છીણેલી), 100 ગ્રામ તેલ (વઘાર માટે), 1 ચમચી લાલ મરચુ પાવડર, 1/2 ચમચી હળદર, 2 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 2 ચમચી તલ, 3 ચમચી ખાંડ, 2 ચમચી અજમો, અડધી ચમચી મેથી દાણા, 1/2 ચમચી હિંગ, મીઠો લીમડો, મીઠું સ્વાદ અનુસાર

રીત:

  1. સૌપ્રથમ ચોખા, તુવેર દાળ, અડદની દાળ, મગની દાળ, ચણાની દાળ અને ઘઉં ભેગા કરી તેનો કરકરો લોટ દળો. હવે આ મિશ્રણમાં ખાટું દહીં અથવા છાસ અને ગરમ પાણી મિક્સ કરો. આ મિશ્રણને 7 થી 8 કલાક આથો આવવા માટે ઢાંકી અને મૂકી દો.
  2. આથો આવ્યા પછી તેમાં તેલ, લીંબુનો રસ, ખાવાનો સોડા, ખાંડ, લાલ મરચું પાવડર, હળદર, આદુ મરચાં અને લસણની પેસ્ટ, છીણેલી દૂધી(પાણી દબાવીને કાઢી નાખવુ) અને જરૂર મુજબ મીઠું નાખીને મિક્સ કરો.
  3. હવે એક નોનસ્ટિક પેન કે હાંડવાના કૂકરમાં તેલ લગાવી આ ખીરુ પાથરો. બીજી એક કઢાઈમાં પાંચ-છ ચમચી તેલ નાખીને તેને ગરમ કરો. તેમાં રાઈ અને જીરું નાખો. 1 મિનિટ પછી તલ, અજમો, મેથી, લીમડો અને હિંગ નાખો. પછી તેને ખીરાં પર પાથરી દો.(તૈયાર થયેલ વઘાર ખીરા પર રેડી દો)
  4. ત્યારબાદ નોનસ્ટિક પેન કે હાંડવાના કૂકરને ઢાંકીને નીચે ધીમા ગેસ પર અડધો પોણો કલાક સુધી રહેવા દો. 30-35 મિનિટ પછી હાંડવામાં ચાકુ ભરાવી ચેક કરતાં રહેવું. તૈયાર થયેલ હાંડવાને થોડી વાર ઠંડો પડવા દેવો, ત્યાર બાદ ધીમેથી એક પ્લેટમાં કાઢી ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!