હૈદરાબાદમાં બનેલ નિર્ભર્યા કાંડના ચારેય આરોપી એકાઉન્ટમાં માર્યા ગયા ! એ જ્ગ્યાએ ચારેયનું મોત થયું જ્યાં યુવતીને જીવતી સળગાવવામાં આવી હતી.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હૈદરાબાદમાં પશુચિકિત્સક ડોક્ટરનાં બળાત્કાર અને હત્યા પ્રકરણે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો, આ પહેલા પણ દિલ્હીમાં બનેલ દિલ્હીના નિર્ભર્યા કાંડથી પણ જનતાનો આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે આ બનાવ બનવાથી દેશભરની જનતા પીડિતા માટે ન્યાયની માંગણી કરી રહ્યાં હતા ત્યારે હાલમાં જ બળાત્કારના ચારેય આરોપીને શાદનગર નજીક એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે. શાદનગર હૈદરાબાદથી આશરે 50 કિ.મી. દૂર આવેલું છે. આ એ જ જગ્યા છે, જ્યાં હૈદરાબાદ નિર્ભર્યા કાંડ થયેલ હતો. દેશના દરેક નાગરીકો ચારેય આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી કારણ કે દર- દિવસેને દિવસે આવા બનાવ બનતાં હોવાથી લોકો દ્વારા આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માગ હતી. હૈદરાબાદ પોલીસ દ્વારા જે કરવામાં આવ્યું છે તેની પ્રંશષા થઈ રહી છે.

હૈદરાબાદ શાદનગરમાં પ્રાણીઓની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં પોલીસ ચારે આરોપીઓ શિવા, નવીન, કેશવુલૂ અને મોહમ્મદ આરિફને પોલીસ રિમાન્ડમાં રાખ્યા હતા. પોલીસે તપાસ દરમિયાન આરોપીઓને કેસના રિકંસ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર ફ્લાયઓવર નીચે લઈ ગઈ હતી, જ્યાં પીડિતાને સળગાવવામાં આવી હતી. ત્યાં ક્રાઈમ સીનને રીક્રિએટ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ચારેએ ભાગવાની કોશિશ કરી. એક સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો એટલે એમને ઠાર કરવામાં આવ્યા હતા. બનાવમાં બે પોલીસ ઘાયલ પણ થયા હતા,આ ચારેયને આજે સવારે લગભગ 3 અને 6 વાગ્યાની વચ્ચે શાદનગરના ચટનપલ્લી વિસ્તારમાં ઠાર કરવામાં આવ્યા હતા.


આ ચારેય જણમાં એક ટ્રક ડ્રાઈવર બીજાં ત્રણ ક્લીનર હતા અને ચાર આરીપી દ્વારા પહેલેથી જ પ્લાન બનાવવામાં આવ્યો હતો. એ જાણતા હતા કે મહિલા ડોક્ટરને હાઈવે પર એક ટોલ-બૂથ પાસે એમનું સ્કૂટી પાર્ક કરે છે. 27 નવેમ્બરની રાત પણ તેમણે ત્યાં સ્કૂટી પાર્ક કરી અને ડર્મેટોલોજી માટેની એક અપોઈન્ટમેન્ટ માટે ગયાં હતાં. એ દરમિયાન આરોપીઓએ સ્કૂટીનું ટાયર પંક્ચર કરી દીધું હતું અને મહિલા પાછી ફરી એની રાહ જોતાં રહ્યા હતા. મહિલા જ્યારે પાછી આવી અને જોયું કે સ્કૂટીનું ટાયર પંક્ચર થયેલું છે, તો તેને પોતાની બહેન ફોન કરીને આ વાતની જાણ કરી તેથી તેને બહેન કહ્યું કે તે કેબ બુક કરાવીને આવતી રહે.

નિર્ભર્યાએ એ પણ જાણ કરી કે તેને ત્યાં ડર લાગી રહ્યો છે પરંતુ તારે જ ત્યારે ચારેય વ્યક્તિઓ એમને મદદ કરવાના બહાને તેમની પાસે આવ્યા અને તેને એક નિર્જન સ્થળે લઈ ગયા હતા અને ત્યાં એની પર સામુહિક બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ એમણે મહિલાનું ગળું દાબીને મારી નાખી હતી અને એનું શરીર સળગાવી દીધું હતું જેથી કોઈ પુરાવો ન મળે, આ ઘટના બાદ સવારે હૈદરાબાદ પોલીસને તેની લાશ મળી આ ઘટના બાદ લોકો દ્વારા પણ આરોપીને જિવતા સળગાવી દેવાની માંગ થઈ રહી હતી. જ્યારે આ તમામ આરોપી પકડાય ગયા ત્યારે તેમની રિમાન્ડ લેવામાં આવી અને આ કેસનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું જેમાં આરોપી ભાગવાની કોશીશ કરતાં ચારેય આરોપીને પોલીસે આજે સવારે એક એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!