ગુરુને યાદ કરીને એમનો આભાર વ્યક્ત કરવાનું પર્વ એટલે, ગુરુ પૂર્ણિમા…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

“ગુરુ ગોવિંદ દોનોઉ ખડે, કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય”

ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમકે, ગુરુએ આપેલ જ્ઞાન મારફતે જ શિષ્ય યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. ગુરુ અને ઈશ્વર બંને સાથે ઉભા છે માટે કોને પહેલા પગે લાગવું તે મૂંઝવણ હોય તેવી સ્થિતિમાં ગુરુને પહેલા વંદન કરવા કારણ કે, તેમણે જ ઈશ્વરના દર્શન કરાવ્યા. તેમના વગર ઈશ્વર સુધી પહોચવું અશક્ય હતું.

ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવતી. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને ‘વ્યાસ પૂર્ણિમા’ નામથી પણ ઓળખવામાં આવે છે.

મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનારી માતા છે, પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન મનુષ્યના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિઆવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન, ગુરુ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

શાસ્ત્રો, ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયાં છે. ગુરુ દત્તાત્રેયે 24 ગુરુ ધારણ કર્યા હતા. શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો. મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે. એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.

ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાય વર્ષોથી ચાલી આવી છે. પ્રાચીન કાળમાં કોઈ શાળા કે કોલેજ ન હતા, તે સમયે છાત્રોના ઋષિઓના આશ્રમમાં આવીને વિદ્યા ગ્રહણ કરતા હતા. તે સમયે કોઈપણ વિદ્યાર્થી પોતાનું જીવન એક પ્રખર ગુરૂ સાથે જ વિતાવતા હતા, તેથી એક વિદ્યાર્થીના જીવનમાં ગુરૂનું ખાસ મહત્વ હોય છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાં છે. આ દ્રષ્ટાંત એ સૂચવે છે, વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈ ભેદ હોતો નથી. એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે.

શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |

ગુરુ: સાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!