આવા અનોખા લગ્ન ગુજરાતમાં જોવા મળે! બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથિથી જોડાયા હતા અને તે જ સાંજે 7 વાગ્યે બંનેનું રિશેપ્સન રાખવામાં આવ્યું હતું. રાત્રે 3 વાગે છૂટા-છેડા લીધાં !

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગુજરાતીઓ સૌથી વધારે ઉત્સાહીત હોય છે, એક નવરાત્રિ અને લગ્ન પ્રસંગમાં. લગ્ન પ્રસંગ પોતાના ઘરે હોય કે બીજા ના ઘરે પણ ગુજરાતીઓ પાછા ન પડે. હાલમાં એક એવા લગ્નની  ચર્ચા થઈ રહી છે. આ સૌથી અનોખા લગ્ન હતા કારણ કે આજ સુધી ભાગ્યે જ આવા લગ્ન જોવા મળતા હશે, હાલમાં થોડા દિવસ પહેલા જ જામનાગરના પરિવાર દ્વારા ફુલેકામાં 2 કરોડથી વધુ રૂપિયા ઉડાવવામાં આવ્યાં હતા. ત્યારે એ લગ્નની પણ બહુ ચર્ચા થઈ પરંતુ આપણે જે લગ્નની વાત કરવાની છે સૌથી અનોખા છે કારણ કે  અમદાવાદમાં એક અનેરાં લગ્ન યોજાયાં હતાં. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથિથી જોડાયા હતા અને તે જ સાંજે 7 વાગ્યે બંનેનું રિશેપ્સન રાખવામાં આવ્યું હતું.

આ તમામ ઘટનાઓ પછી જે બનાવ બન્યો તેનાથી તો સૌ કોઈ ચોંકી ગયું, કારણ કે વરરાજાએ દૂધ પીવાની વિધિનો વિરોધ કરતા બંને પક્ષના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં આ ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા વરરાજા, કન્યા, જાનૈયા તેમજ કન્યાપક્ષના મળીને 300 માણસોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. જ્યાં 6 કલાક સુધી બંને પક્ષના સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા ચાલી હતી.

દિલ્હીથી આવેલા વરરાજા એ બપોરે 3 વાગ્યે પાર્ટી પ્લોટમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સાંજે 7 વાગ્યે તે જ પાર્ટી પ્લોટમાં બંનેનું રિશેપ્સન રાખવામાં આવ્યું હતું. જેમાં લગભગ 8 વાગ્યે દૂધ પીવાની વિધિનો વરરાજાએ વિરોધ કર્યો હતો.શરૂઆતમાં આ મુદ્દે બંને પક્ષના સભ્યો વચ્ચે મજાક-મસ્તી થઇ હતી. પરંતુ આ મુદ્દે 1 કલાક સુધી રકઝક બાદ બોલાચાલી અને ઝઘડો થતાં મામલો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેમાં વરરાજા-કન્યા માતા-પિતા-સગાં સંબંધી સહિત 300 માણસોનું ટોળું રાતે 9 વાગ્યે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યુ હતું. જેમાં સમાજના આગેવાનો તેમજ બંને પરિવારના સભ્યોએ મધ્યસ્થી બનીને મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.પરંતુ વરરાજા અને કન્યા ટસથી મસ થયા ન હતા.

સોલા હાઈકોર્ટ પીઆઈ જે.પી.જાડેજા એ જણાવ્યું હતું કે રાતે 3 વાગ્યા સુધી ચાલેલી ચર્ચા-વિચારણાના અંતે વરરાજા-કન્યાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ બંને પક્ષના સભ્યો વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ સ્ટેશન આવ્યો હોવાની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી. બંને પક્ષના સભ્યોએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દેતા બંને પક્ષના નિવેદન લઇને તેમને જવા દીધા હતા અંતે બન્ને નવયુગલો એ છૂટાછેડા લેવાના નિર્યણ પર એડીખમ રહ્યાં, વરરાજાની જાન રાતે કન્યા વિના જ પાછી વળી અને લગ્નનો માંડવો પણ વધાવ્યા વિના નો જ રહી ગયો

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!