ઇન્દુલાલ યાજ્ઞિક જેણે ગુજરાતને આઝાદ કરાવ્યું.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આટલાં દિવસથી હું વિચારી રહ્યો હતો કે શું લખું ? પ્રેમ, વિશ્વાસ, દૂ:ખનું કારણ બીજાનું સુખ , ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વીશે, વગેરે વિશે આર્ટીકલ લખ્યા પરંતુ થોડાં શબ્દો લખીને મન ફરી જતું હતું કારણ કે મનમાં કંઇ વિચાર નોહતાં આવતા કે શું લખું ! “ સૌ હારા વાના થશે “ બસ મારી સાથે પણ એવું જ બ્નયું . 24 નવેમ્બરની સવારે ફરી એકવાર મોટાભાઈ જબરું રાજકારણ ખેલ્યું, આમ પણ ગુજરાતીનો દબદબો પહેલેથી રહ્યો છે. તમે વિચાર તો કરો ! ગુજરાતીઓ ટ્રેન કે બસમાં મળેલ સીટ પણ રૂમાલ રાખીને રોંકી શકે અને બીજાને બેસવા પણ ન દેય ત્યારે મહારાષ્ટ્રની સતા કેમ છોડે ! આ બધું તો ચાલ્યાં કરશે પરંતુ આ દિવસથી મને ઇન્દુચાચાની યાદ આવી કારણ કે તેમનાં લીધે તો આજે આપણે સૌ કોઈને કહી રહ્યાં છે “ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત “ ચાલો જાણીએ ઇન્દુચાચા વિશે જેના લીધે ગુજરાતને એક રાજય તરીકે ઓળખાણ મળી.
ઇન્દુ ચાચા નું નામ આવે એટલે આપણે ગુજરાત નો એ દિવસ યાદ આવે જ્યારે ૧૯૫૬ સુધી ગુજરાત એ મુંબઇ રાજ્યનો એક ભાગ હતું. જ્યા મરાઠી અને ગુજરાતી એમ બે ભાષાઓ બોલનારો વર્ગ રહેતો હતો. આઝાદી બાદ મુંબઇ સ્ટેટ માંથી ગુજરાત રાજ્યને અલગ દરજ્જો આપવા માટેનો વિચાર શરૂ થયો હતો. જે વિચારને આંદોલનના સ્વરૂપમાં લઇ જવામાં જો કોઇનો મહત્વનો ફાળો રહ્યો હોય તો તે હતા ખેડા જિલ્લાના નડિયાદના વતની ઇન્દુલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ યાજ્ઞિકને લોકો ઇન્દુચાચાના હુલામણા નામથી જાણે છે.

નડિયાદ શહેરની મધ્યમાં આવેલ ઝઘડીયા પોળમાં રહેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ૨૨ ફેબ્રુ.,૧૮૭૨માં વતન નડિયાદમાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્મમિક શિક્ષણ પણ નડિયાદમાં જ થયું હતું. જે બાદ કોલેજનો અભ્યાસ કરવા માટે તેઓ મુંબઇ સ્થાયી થયા હતા. વર્ષે ૧૯૧૦માં પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન સાથે તેઓએ મુંબઇ યુનિવર્સિટીમાંથી બી.એનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને વધુ અભ્યાસના ઇચ્છુક ઇન્દુલાલ યાજ્ઞિકે એલ.એલ.બીનો અભ્યાસ પણ કર્યો હતો. વર્ષ ૧૯૧૩થી ૧૫ સુધી તેઓએ વકીલાત પણ કરી હતી. પરંતુ માત્ર વકીલાતથી તેઓને ચેન નહીં થતા ‘હિન્દુસ્તાન’ દૈનિક અખબારમાં લેખો પણ લખવાના શરૂ કર્યા હતા. આ સમયગાળા દરમ્યાન તેઓએ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું. પરંતું ઝાઝી સફળતા ન મળતા વર્ષ ૧૯૩૦માં તેઓ વિદેશ ચાલ્યા ગયા હતા. વિદેશમાં પ વર્ષ રોકાઇને ૧૯૩પમાં તેઓ ભારત પરત ફર્યા હતા.
ભારત પરત ફર્યાનો સમય તેમના જીવનમાં મહત્વનો પુરવાર થયો તેઓએ ૧૯૩૬ થી વિવિધ રાજકીય આંદોલનોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. જેના ભાગ રૂપે ૧૯૪૪માં ખેડાના નેનપુર ખાતે આશ્રમની સ્થાપના કરીને રચનાત્મક પ્રવૃત્તિઓ પણ શરૂ કરી હતી. ઇન્દુલાલ યાજ્ઞિક પાંચ વખત લોકસભાના સભ્ય પણ આ સમય દરમ્યાન રહી ચુક્યા હતા. પરંતુ ૧૯૫૬નો સમય કે જ્યારે મુંબઇ સ્ટેટમાંથી ગુજરાતને અલગ દરજ્જો અપાવવાની વાત થઇ ત્યારે તેઓએ પોતાનું મહંત્તમ યોગદાન આ આંદોલનમાં આપ્યું હતું. જેના કારણે ગુજરાત રાજ્યને અલગ રાજ્યની ઓળખ મળી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળે આજે વર્ષો થઇ ગયા પરંતુ મહાગુજરાત આંદોલનના પ્રણેતા તરીકે આજે પણ ગુજરાતીઓ ઇન્દુચાચાને યાદ કરી રહ્યા છે. ગુજરાતને તેનું ગૌરવ અપાવવામાં નડિયાદના આ પનોતા પુત્રનો સિહફાળો રહ્યો છે. ૧ મેના રોજ ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે મહાગુજરાત ચળવળના પ્રણેતા અને નડિયાદના પનોતા પુત્રને નમન કરવા જ રહ્યા.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!