એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે!વાંચો એક અનોખી કહાની.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે આપણે એક એવી યુવતીની જિંદગીની સફર વિશે વાત કરવાની છે, જે આજે વર્ષમાં 2માં એક કરોડથી પણ વધારેનું  ટર્ન ઓવર કરે છે, ચાલો જાણીએ તેના સફળતાની કહાની વિશે.વર્ષ 2012માં ઝારખંડની શિલ્પી સિન્હા બેંગ્લુરુ ભણવા આવી હતી.  નાનપણથી ગાયનું શુદ્ધ દૂધ પીવાની ટેવ હતી, પણ અહીં તેને દૂધ ખરીદવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો.

બસ તેથી તેને  દૂધના બિઝનેસમાં ઝંપલાવવાનું વિચાર્યું.એકલી મહિલા ફાઉન્ડર તરીકે ડેરી ક્ષેત્રમાં કામ કરવું  સરળ નાં જ હોય પરંતુ તેના એક સાહસનાં લીધે,આજે તેની મહેનતનેરંગ લાવી.‘ધ મિલ્ક ઈન્ડિયા’ કંપનીનું ટર્નઓવર 2 વર્ષમાં ટર્નઓવર 1 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ચૂક્યૂ.

 

આવી રીતે શરૂઆત કરી : તમિળ કે કન્નડ કોઈ પણ ભાષા આવડતી નહોવા છતાં પણ , ખેડૂતો પાસે જઈને ગાયની સંભાળ રાખવા વિશે શીખવાડતી હતી. તેણે ક્રાઉડ ફંડિગથી આ બિઝનેસ 11 હજાર રૂપિયામાં શરુ કર્યો હતો. શરૂઆતમાં શિલ્પીને દૂધ સપ્લાઈ કરવા માટે કર્મચારી મળતા નહોતા, આથી તેને સવારના 3 વાગ્યામાં એકલા ખેતરોમાં જવું પડતું હતું, તે પોતાની સુરક્ષા માટે ચપ્પુ અને મિર્ચ સ્પ્રે રાખતી, આજે તેના ગ્રાહકોની સંખ્યા 500 થઈ ગઈ છે.

 

 શરૂઆતમાં શિલ્પાએ જોયું કે ખેડૂતો ગાયને લીલો ઘસચારો ખવડાવવાને બદલે રેસ્ટોરાંનો વધેલો એઠવાડ ખવડાવતા હતા. શિલ્પીએ ઘરે-ઘરે જઈને ખેડૂતોને સમજાવ્યું કે ગાયને જેવો-તેવો ખોરાક આપવાથી દૂધની ગુણવત્તા ઘટી જાય છે અને આવું દૂધ બાળકોને પીવડાવવાથી તેમને નુકસાન થાય છે. હવે ખેડૂતો પણ ગાયને સારો ખોરાક આપે છે. શિલ્પીનો નેક્સ્ટ ટાર્ગેટ બને તેમ વધુ લોકો સુધી ગાયનું શુદ્ધ દૂધ પહોંચાડવાનો છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!