હોળીનો પ્રખ્યાત નાસ્તો એટલે “ઘૂઘરા”, ચાલો જાણીએ તેની રેસીપી…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હોળી આવે એટલે ઠેર ઠેર રંગની છોળો ઊડતી નજરે આવે તો ક્યાક વળી પાણીની ડોલથી એકબીજા પર કલર ઉડાવતા જોવા મળે છે. હોળી-ધૂળેટીની મજા જ કઈક અલગ હોય છે અને આ મજામાં વધુ મીઠાસ ભેળવવા માટે ઉપયોગી બને છે, “ઘૂઘરા”. ધૂળેટી પર રંગ, અઢળક પાણી અને ઘૂઘરા મળી જાય તો તો જાણે સ્વર્ગ એક દિવસ પૂરતું ધરતી પર આવી ગયું હોય તેવું લાગે. ત્યારે ચાલો આજે ઘૂઘરા કેમ બનાવવા તેના પર એક નજર કરી લઈએ…

સામગ્રી:
1. રવો 2 વાટકી
2. માવો એક કપ
3. ડ્રાઈફૂટ
4. એલચી પાવડર
5. દૂધ 1 કપ
6. ખાંડ 1 કપ
7. ઘી 2 વાટકી
8. મેંદાનો લોટ 1 વાટકી
9. પાણી જરૂર મુજબ

સ્ટફિંગ માટે:
સૌ પ્રથમ તો એક પાત્રમાં એક ચમચી ઘી ગરમ કરો અને તેમાં માવો નાખીને ધીમી આંચે સાંતળીને એક બાજુ ઠરવા માટે મૂકી દો. ત્યારબાદ ફરીથી એક ચમચી ઘી ગરમ કરીને તેમાં રવો ઉમેરીને તેને પણ સુગંધ આવવા માંડે ત્યાં સુધી શેકો અને પછી ઠંડો થવા મૂકી દો. હવે એક પત્રમાં રવો અને માવો મિક્સ કરો. તેમાં ડ્રાઈફ્રૂટ અને એલચીનો પાવડર ઉમેરીને એકરસ થઈ જાય ત્યાં સુધી ભેળવો.

હવે એક વાસણમાં મેંદાનો લોટ લઈને તેમાં ઘી ઉમેરો સરખી રીતે ભેળવીને તેમાં દૂધ ઉમેરીને લોટ બાંધવો અને જો જરૂર જણાય તો ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ. સરખો લોટ બાંધી લો અને તેને એક ભીના કપડામાં ઢાકીને 15થી 20 મિનિટ સુધી રાખી દો. ત્યારબાદ તેના નાના નાના લુવા બનાવી લેવા.

હવે લોટમાંથી બનેલા લુવાની નાની નાની પૂરી વણી લો. દરેક પુરીમાં સ્ટફિંગ માટે તૈયાર કરેલો માવો ચમચી વડે ભરતા જાવ અને ઘૂઘરાને અર્ધ ચંદ્રાકારમાં વળી લો અને તેની કિનારીને સરખી રીતે બંધ કરી લો. જો બંધ કરતાં ન આવડે તો કાંટા-ચમચીના ઉપયોગથી વાળી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ઘૂઘરા ડીપ-ફ્રાય થાય તે રીતે તળી લો.

તૈયાર છે તમારા મોંમાં પાણી લાવનારા સ્વાદિષ્ટ મીઠા ઘૂઘરા. થોડી વાર ઠંડા થવા દઈને એક પ્લેટમાં ચેવડા સાથે પીરશો. ઘૂઘરાને માવાથી બનાવવામાં આવ્યા હોય તેથી તે 8 થી 10 દિવસ સુધી સારા રહે છે, જેના માટે તેને એક એરટાઈટ કન્ટેનરમાં ભરીને મૂકવા. જો તેને ફ્રીજમાં સંગ્રહવામાં આવે તો તે એકાદ મહિનો સુધી તાજા રહી શકે છે. તો આ છે સ્વાદિષ્ટ મીઠા ઘૂઘરા કે જેને ક્યાક ગુજીયા પણ કહેવામા આવે છે તેની રેસીપી. ઘૂઘરા બનાવીને અમને તમારા પ્રતિભાવો કોમેન્ટબોક્સમાં ભૂલ્યા વગર જણાવજો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!