સામુહીક બળાત્કારનોં ભોગ બનેલી ફૂલન દેવીના જીવનની સફર એક ડાકુ થી સંસદ સભ્ય સુધીની! જાણો કોણ છે ફૂલન દેવી….

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ફૂલનદેવી જેનું નામ આજે વિશ્વના તમામ લોકોને યાદ હશે, ખાસ કરીને તો ભારતના દરેક લોકોને કારણ કે આ એક એવી મહિલા હતી જેનું જીવન સંઘર્ષથી ભરેલું હતુ, જેના જીવનમાં અનેક દૂ:ખો હતાં પરંતુ પોતાની જિંદગીમાં તેને ક્યારેય હાર નથી માની. આજે આપને જાણીશું એક ડાકુથી લઈને સાસંદ સભ્ય બનાર ફૂલન દેવી વીશે.

Related image

ઉતરપ્રદેશના એક ગૌરહા ગામમાં 10 ઓગસ્ટ 1963માં તેનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો, પુત્રની ઈચ્છા હતી અને પુત્રીનો જન્મ થતાં તેના પિતા માટે તે બોજ હતી, છતાં પણ તેનું પાલન પોષણ કર્યું અને બધા ભાઈ બહેનમાં ફુલનનો સ્વભાવ ઉગ્ર હતો અને આજ કારણે તેના પિતાએ માત્ર 10 વર્ષની ઉંમરે તેનાં લગ્ન તેનાં કરતાં મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરાવ્યા થોડા વર્ષ પછી તેનાં પતિએ તેને છોડી દીધી અને ત્યાર પછી સમાજ દ્વારા પણ તેનો સ્વીકાર કરવામાં ના આવ્યો.

Related image

સમય જતાં તેનાં જીવનમાં એવો વળાંક આવ્યો કે તેનું જીવન એક પળમાં બદલાય ગયું. 20 વર્ષની ઉંમરે તેની સાથે બહમઇ ના ઠાકુરો દ્વારા તેનો સામુહીક બળાત્કાર કરવામાં આવ્યો, જો ફૂલનદેવીની જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તે હિંમત હારી ગઈ હોત પરંતુ ફૂલન દેવી પોતાનું નસીબ માની તેનું જીવન આગળ વધાર્યું અને સમય જતાં તેને ડાકુઑમાં સામેલ થઈ, તેનાં એક સરદારને ફૂલનદેવી સાથે લગાવ થયો અને તેને પામવા માટે ઘણી મહેમત કરી પરંતુ તે કામયાબ ના થયો.

Related image

14 ફેબુઆરી 1981 દિવસે ફૂલનદેવી પોતાનો બદલો લીધો અને એક સાથે 22 ઠાકુરોને મારી નાખ્યા તેનાં ગામ બહમઇમાં. ત્યાર પછી લોકો ફૂલનદેવીનેનું નામ ભારતભરમાં એવું ગુંજયું કે લોકો તેનાથી ડરતાં હતાં, ગરીબલોકો માટે તે મસીહા હતી, તેને અમીરલોને લૂટવાનું અને તેનાં સંતાનોનું અપહરણ કરવું તેનું કામ બની ગયું હતું.જ્યારે ઇન્દિરા ગાંધીની સરકારે તેને આત્મસમર્પણ કરવાનું કહ્યું ત્યારે તેને મધ્ય પ્રદેશ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું. તેનાં પર 22 ખૂન, 30 લૂટપાટ, 18 અપહરણ જેવા ગુનાઓ હતાં જે 1993માં મુલાય સિંહની સરકારે માફ કરી દીધા અને આ વર્ષ પછી તેને 1994માં તે જેલમાંથી પણ છૂટી ગઈ.

Image result for fulandevi

1996માં તેને રાજનીતીમાં પ્રવેશ કર્યો અને સમાજવાદી પાર્ટીની ટીકીટ પરથી તેને મિર્જાપૂરની સીટ જીતીને લોકસભાની સંસદસભ્ય બની. ફૂલનદેવી જ્યારે રાજનીતીમાં પ્રવેશ કર્યો ત્યારે લોકોએ કહ્યું કે શું હવે ડાકુઓ પણ સાંસદ ભવનમાં પ્રવેશ કરશે. બે વાર તે મિર્જાપૂરમાં લોકસભાના ચુનાવમાં તેની જીત થઈ. કહેવાય છે ને અતીતની કરેલી ભૂલો ક્યારેય નથી ભૂલાતી અને એવું જ ફૂલન દેવી સાથે થયું 2001માં શેર સિંહ રાણા નામના એક વ્યક્તિએ ફૂલનદેવીની હત્યા કરી નાખી, એવું પણ કહેવાય છે કે ફૂલન દેવીની હત્યા પાછળ એક રાજનીતી ષડયંત્ર પણ હતું.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!