બાળકોની ફેવરિટ યમ્મી અને સ્વાદિષ્ટ ફ્રેંકી બનાવો હવે ઘરે જ!!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજકાલના બાળકોને ઘરના સાદા ખોરાક કરતાં બહારનો ખોરાક વધારે પસંદ છે.પિઝા,બર્ગર,ફ્રેંકી જેવી વસ્તુઓ એમની ફેવરિટહોય છે.બાળકોની મનપસંદ ફ્રેંકી ઘરે બનાવવી એકદમ સરળ છે.કઈ રીતે?ચાલો જાણીએ…frankie

frankie

સામગ્રી:

2 કપ-મેંદો, 2tsp –કોર્ન ફ્લોર,2tsp-તેલ(મોણ માટે), 1વાટકી- દહીં,મીઠું- સ્વાદ અનુસાર

સ્ટફિંગ માટેની સામગ્રી:

250 ગ્રામ –બટેટા, 100 ગ્રામ-વટાણા,એક ગાજરનું છીણ,1ડુંગળી-બારીક સમારેલી,1tsp-આદું મરચાની પેસ્ટ,1tsp-લાલ મરચું પાવડર,1tsp-ધાણા જીરું પાવડર,મીઠું-સ્વાદ અનુસાર,કોથમીર,4 tsp-ટોસ્ટનો ભૂકો,ટમેટો સોસ,ગ્રીન ચટણી,ચીઝ, તળવા માટે તેલ

રીત:

  1. સૌપ્રથમ મેંદો,કોર્નફ્લોર,મીઠું,દહી અને તેલ મિક્સ કરી લોટ બાંધી લો.આ લોટને 30 મિનિટ સેટ થવા મૂકી દો.
  2. સ્ટફિંગ માટે બટેટા બાફી લો.ત્યારબાદ તેને મસળી લો.તેમાં બાફેલા લીલા વટાણા,બારીક સમારેલી ડુંગળી,ગાજરનું છીણ,આદું-મરચાની પેસ્ટ,લાલ મરચું પાવડર,ધાણાજીરું પાવડર,મીઠુંઅને કોથમીર નાખી મિક્સ કરી લો.આ તૈયાર થયેલા મસાલામાં થોડોટોસ્ટનો ભૂકો,કોર્નફ્લોર નાખી મિક્સ કરી લાંબા રોલવાળી લો.આ રોલને ટોસ્ટના ભૂકામાં રગદોળી અને તેલમાં તળી લો.
  3. મેંદાના બાંધેલા લોટમાંથી રોટલી વણી અને તવી પર શેકી લો.બંને સાઈડ રોટલી જરા શેકાઈ જાય એટલે એક તરફ સોસ અને ગ્રીનચટણી લગાવી બટેટાના તૈયાર કરેલા રોલ મૂકી રોટલીને વાળી દો.તેમાં થોડું તેલ લગાવી બંને સાઈડ શેકી લો.ઉપર ચીઝ ભભરાવીગરમાગરમ સર્વ કરો.

આ ફ્રેંકી બનાવવામાં સરળ અને ખૂબજ હેલ્ધી છે.બાળકો જે શાકભાજી ન ખાતા હોય તે આ ફ્રેંકીના સ્ટફિંગ માં ઉમેરી દેવાથીબાળકો હોશે હોંશે ખાશે.

Author: Urvashi Deshani  #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!