શું તમારે આવક કરતાં ખર્ચ વધી જાય છે ? તો અપનાવો આ સરળ ઉપાય અને મહીને કરો આટલી બચત ! મધ્યમવર્ગી માટે ખાસ ઉપયોગી.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

શું તમારે આવક કરતાં ખર્ચ વધી જાય છે? શું તમારે બચત નથી થતી..?
જો તમને આ પ્રશ્નો મુજવતાં હોય તો તમારે “મારુ બજેટ” એક વાર વાંચવું અને તેને અમલ કરવો જોઈએ, હું ચોક્ક્સ ખાતરી આપું છું કે તમે પૈસા બચત કરી શકશો. તો ચાલો આપણે સમજીએ “મારુ બજેટ ” મધ્યમ વર્ગ પરિવારની એક સમસ્યા હોય છે કે આવક કરતાં ખર્ચ વધુ થઈ જાય છે અને કોઈ બચત નથી થતી, આજના સમયમાં બચત કરવીએ સહેલી વાત નથી કારણ કે મહિનાની આવક કરતા ઘરખર્ચ વધી જતો હોય છે, તો આપણે આપણાં ઘરખર્ચ માટેનું બજેટ બનાવીને આપણે બચત કરી શકીએ છીએ. ખાસ કરીને ગૃહણીઓને આ બજેટનું અમલવારી કરી ને બચત કરી શકે છે.

કઈ રીતે બજેટ બનાવું..?
તમારે નક્કી કરવાનુ કે તમારી વર્ષ ની આવક કેટલી છે, જો તમારી આવક ૧૨૪૦૦૦/- હોય તો તમારે તેટલી રકમનું બજેટ બનવવાનું હવે એ તમારે નક્કી કરવાનું કે તમારો ખર્ચ કેટલો છે વર્ષનો? (હું અત્યારે તમને વર્ષની કેટલી બચત કરી શકો છો તે માટે તમને ટૂંકમાં સમજાવું છું, વિગતવાર તમને મહિનાનું બજેટ અને વર્ષનું કઈ રીતે કરવું એ સમજાવીશ.)
બચત = કુલ આવક – કુલ ખર્ચે
દા.ત – ૧૨૪૦૦૦ – ૬૫૮૦૦ = ૫૮૨૦૦ રૂપિયા તમારી બચત થઈ…
હવે આપણે વિગતવાર ઘરનું બજેટ સમજીએ.
તમારે મહિનાની ફૂલ આવકમાંથી તમારે નક્કી કરવાનું કે તમારો મહિનાનો કુલ ખર્ચ કેટલો છે? મહિને કેટલી રકમ બચત ભંડોળ માટે લઈ જવાની છે તે બધું વિગતવાર લખી લેવું..
એપ્રિલ મહીનનાનું બજેટ
તા : ૧ – ૦૩ – ૨૦૧૯ થી ૩૦ – ૦૪- ૨૦૧૯
આવક – જાવક નું અંદાજ પત્રક
મકાનભાડુ – ૨૦૦૦
લાઈટ બિલ – ૫૦૦
ડિશ બિલ -૨૨૦
શાકભાજી ખર્ચ -૧૫૦૦
ઘર ખર્ચ -૧૫૦૦
આકસ્મિક ખર્ચ -૫૦૦
બચત ભંડોળ -૧૦૦૦
મહીના કુલ આવક ૧૦૦૦૦/-
કુલ આવક – કુલ જાવક = બચત
૧૦૦૦૦ – ૭૦૦૦ = ૩૦૦૦ / નોંધ – મેં જે ખર્ચ નક્કી કર્યા છે તે મારા ઘર ખર્ચે જે થાય છે તે નક્કી કર્યા છે. હું ખાતરી આપું છું કે જો તમે તમારા મહિનાનું આયોજન કરી ને કાર્ય કરશો તો તમે બચત કરી શકશો.

Related image

દર તમારે આવું પત્રક બનાવીને ચાલવુ જોઈએ જેથી તમને ખબર પડી શકે તમે કેટલો ખર્ચ કરો છો અને ક્યાં ખર્ચ કરો અને તમારે એક ખાતા બુક પણ રાખવી જોઈએ જેમાં રોજ ના કે અઠવાડિયામના ખર્ચા લખી શકો છો…
હવે આપણે સમજીશું વર્ષ નું બજેટ – આપણે ઉપર જે બજેટ બનાવ્યું એ તો નક્કી કરેલ ખર્ચ જ હતો પણ વર્ષમાં તો ઘણા નાના મોટા એવા ખર્ચ આવી જાય છે કે તે આપણે નકકી ના હોય એટલે આપણે વર્ષની શરૂઆતમાં આપણે આપણું ઘરનું બજેટ બનવવાનું કે ક્યાં કેટલો ખર્ચ કરવાનો છે..
કોના માટે કેટલું ભંડોળ એકઠું કરવાનું છે ? ક્યાં કેટલો પૈસાનું રોકાણ કરવાનું છે ? ઘર ખર્ચ માટે કેટલું રકમ ફાડવાની છે તો બધું આપણે ચાલો નકકી કરીએ.

Related image

૨૦૧૯ બજેટ
કુલ બજેટ ૧૨૦૦૦૦ ( મહિનાની આવક આધારિત )
અંદાજીત ખર્ચ ૮૪૦૦૦ ( મહિના કુલ ખર્ચ આધારિત )
બચત – ૩૬૦૦૦ ( કુલ આવક માંથી ખર્ચ બાદ કર્યા બાદ મળતી રોકડ )
બચત ભંડોળ – ૧૨૦૦૦
વર્ષ ના અંતે કુલ ભચત : ૩૬૦૦૦ + ૧૨૦૦૦ = ૪૮૦૦૦
દર મહિને ઘર ખર્ચ માટે ૬૬૦૦૦ રૂપિયા..
મહિના અંતે ૧૨૦૦૦ બચત ભંડોળ માટે..
આકસ્મિક ખર્ચ : ૬૦૦૦
વર્ષનું બજેટ નક્કી કરવું, જેથી વર્ષના અંતે કુલ ૪૮૦૦૦ બચત થઈ શકે..

Related image
એકવાર મધ્યમ વર્ગમાં પરિવાર આ બજેટ ટ્રાય કરવું જોઈએ. કારણ કે કોઈ પણ કાર્ય કરતા પહેલા આયોજન જરૂર છે તેમ આપણ ઘર માટે પણ વર્ષનું આયોજન કરવું જરૂરી છે..
તમે તમારું અંદાજ – પત્રક બનાવીને તમારું ખર્ચ અને બચત જાણી શકો છો..

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!