70 વર્ષના વૃદ્ધ વ્યક્તિ છેલ્લા 36 વર્ષથી દરરોજ 500- 600 લોકોને નિસ્વાર્થ ભાવે ભોજન કરાવે છે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે સૌ  કોઈ જાણીએ છીએ કે  કેવું કર્મ કરીએ તેવું ફળ મળે છે. ભગવાનને પણ કર્મનું ફળ ભોગવું જ પડ્યું હતું. સાર કર્મ કારશો તો પણ આ  જન્મમાં તમને તેનું ફળ કોઈ ના કોઈ સ્વરૂપમાં મળી  જશે. આજે આપણે બીજાનું સારૂ કરીએ તો ભગવાન આપણું પણ ભલું કરશે. ભારત દેશમાં અલગ અલગ ધર્મ અને સ્ંપ્રદાયના લોકો રહે છે પરંતુ સૌ કોઈનો હેતુ માત્ર એક છે સેવાભાવ, આ સેવાભાવનું એક ઉતમ ઉદાહરણ આપણે જોઈએ.

સોશિયલ મીડિયામાં આપણે અવાર-નવાર   જોઈએ  છીએ કે ઘણા લોકોના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે હાલમાં જ  એક વ્યક્તિ છે જે  70 વર્ષની ઉંમરે  દરરોજ 500થી વધુ લોકોણે  મફતમાં ભોજન કરાવે છે.  વાત જાણે એમ છે કે  સીતારામ દાસ બાબા તામિલનાડુના રામેશ્વરમના રહેવાસી છે અને તેઓ છેલ્લા  36 વર્ષથી  કિલાવસાલમાં આવેલ રામનાથ સ્વામી મંદિર નજીક તેમનો એક આશ્રમ છે. આ  આશ્રમમાં  આવતા પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓ ક્યારેય પણ ભૂખ્યા નથી જવા દેતાં.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે   આ આશ્રમનું નામ બજરંગદાસ બાબા આશ્રમ છે. આ આશ્રમમાં  સાઉથ તેમજ નોર્થ ઇન્ડિયન બંને પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે. આ આશ્રમમાં આવતા લોકો સાથે ક્યારેય લિંગ, જાતી, ધર્મ આધારે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. જે પણ તેમનાં દ્વારે આવે છે તે જમ્યા વગર ક્યારેય પાછો ફરતો નથી. તેમનાં દ્વારે આવેલું વ્યક્તિ ભૂખ્યું નથી જાતું.

ખાસ વાત એ છે કે  આશ્રમના  મહંત હોવા છતાં પણ બાપુ આજે પણ સીતારામ બાબા રોજ સવારે 5 વાગ્યે ઉઠે છે.  અને  આશ્રમમાં આવતા દરેક લોકો માટે ભોજન તૈયાર  કરે છે. આ આશ્રમે રોજ 500-600 લોકોને ભોજન કરે છે .  આ અહીં ભોજનનો સમય સવારે 11.30થી બપોરે 2 વાગ્યા સુધીનો છે.

તેમનું કહેવું છે કે આ તો આશ્રમ સૌ કોઈનો છે, બસ લોકોન દાનથી ચાલે છે. અહિયાં આવતા લોકો બાબાની નિસ્વાર્થ સેવાભાવના જોઈને કંઈકને કંઈક દાન કરી જાય છે.  આમ આ આશ્રમમાં  સદાવ્રત ચાલુ છે. બાપુની સાથે 10 લોકોની એક નાની ટીમ છે. જે આ આશ્રમને ચલાવવામાં મદદ કરે છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!